BHARUCH

ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડો. નવનાથ ગવ્હાણે એ ચાર્જ સંભાળ્યો

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી બદલીઓના ભાગરૂપે, ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે ૨૦૧૬ બેચના આઈએએસ (IAS) અધિકારી ડો. નવનાથ ગવ્હાણે એ આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે.

 

ડો. નવનાથ ગવ્હાણે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે અને તેમણે એમ.બી.બી.એસ. (M.B.B.S.) સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. તેઓ ૨૦૧૬ બેચના ગુજરાત કેડરના અધિકારી છે. તેમણે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે સેવાઓ આપી છે. વહીવટી તંત્રના આરોગ્ય વિભાગમાં પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી કરી છે.

 

તેઓ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ડી.ડી.ઓ. તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. ભરૂચમાં કલેક્ટર તરીકે નિમણૂક પામતા પહેલા તેઓ સુરેન્દ્રનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા.

કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેમણે જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી અને સરકારશ્રીની વિવિધ ફ્લેગશિપ યોજનાઓના અમલીકરણ પર ભાર મૂ

ક્યો હતો.

Back to top button
error: Content is protected !!