ARAVALLIMODASA

મોડાસા – કૂવામાંથી એક દિવસીય નવજાત બાળક મળી આવતા ચકચાર, માનવતાને લઝાવતી ઘટના – બાળકને કોણે અને શા માટે કૂવામાં ફેંક્યું તે અંગે અનેક સવાલો ઊભા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – કૂવામાંથી એક દિવસીય નવજાત બાળક મળી આવતા ચકચાર, માનવતાને લઝાવતી ઘટના – બાળકને કોણે અને શા માટે કૂવામાં ફેંક્યું તે અંગે અનેક સવાલો ઊભા

મોડાસા તાલુકાના પાડપુર રોડ નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સદાકલ સોસાયટી વિસ્તારમાં માઝુમ જળ પાછળ આવેલા એક કૂવામાંથી એક દિવસીય નવજાત બાળક મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે એક સ્થાનિક વ્યક્તિ કૂવા પાસે મોટર ચાલુ કરવા ગયો હતો. તે દરમિયાન તેની નજર કૂવામાં પડતાં અંદર નવજાત બાળક હોવાનું દેખાયું. ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકત્ર થયા અને તરત જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ તેમજ 112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી.

સૂચના મળતાં જ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કૂવામાંથી બાળકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બાળકને બહાર કાઢ્યા બાદ પ્રાથમિક તપાસમાં તે નવજાત હોવાની માહિતી સામે આવી છે. આ બનાવથી સ્થાનિક રહેવાસીઓમાં દુઃખ અને આક્રોશની લાગણી જોવા મળી હતી.ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. બાળકને કોણે અને શા માટે કૂવામાં ફેંક્યું તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.આ દુઃખદ ઘટનાએ માનવતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. નિર્દોષ નવજાતને આ રીતે ત્યજી દેવામાં આવ્યો હોવાના બનાવે સમગ્ર અરવલ્લી જિલ્લોમાં ચર્ચા જગાવી છે. પોલીસે જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!