KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પંથકમાં બે અચાનક મોતથી અરેરાટી વ્યાપી:એક યુવાન, એક યુવતીએ ટૂંકાવ્યું જીવન.

 

તારીખ ૧૫/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ-અલગ દુખદ બનાવોમાં એક યુવાન અને એક યુવતીએ પોતાનું જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.પ્રથમ બનાવમાં, ભાદરોલી ખુર્દ ગામના રાઠવા ફળિયામાં રહેતા ૨૫ વર્ષીય યુવાન અલ્પેશભાઈ ચીમનભાઈ નાયકે તા. ૧૪ મેના રોજ સવારના સમયે ગામમાં આવેલ બાગાયત કેન્દ્રમાં ઝાડ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે વેજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બીજા બનાવમાં, કાતોલ ગામની દેવપુરા ફળિયાની ૨૫ વર્ષીય યુવતી પાયલબેન અશ્વિનભાઈ વણકરે ગત તા. ૧૩ મેના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. કાલોલ પોલીસે આ મામલે એફ.એસ.એલ.ની મદદ લઈ તપાસ શરૂ કરી છે.આમ, કાલોલ પંથકના બે અલગ-અલગ ગામોમાં ૨૫ વર્ષની સમાન વય ધરાવતા એક યુવાન અને એક યુવતીના મોતના સમાચારથી સ્થાનિક સ્તરે ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.

 

Back to top button
error: Content is protected !!