Rajkot: મોટર વાહનોની સીરિઝ GJ-03-QCનું રી-ઓક્શન ૨૧ મેથી શરૂ કરાશે

તા.૧૫/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી ગોલ્ડન, સિલ્વર નંબર મેળવી શકાશે
Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી સીરિઝ GJ-03-QC રી-ઓક્શન આગામી તા. ૨૧ મેથી શરૂ કરાશે. જેમાં GJ-03-QC તથા અગાઉની સીરિઝના બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું http://parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને રી-ઓક્શનમાં ભાગ લઈ શકશે.
ગોલ્ડન, સિલ્વર નંબર મેળવવા માટે તા. ૨૧ મેના રોજ ૪ કલાકથી તા. ૨૪ મેના ૪ કલાક દરમિયાન ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા. ૨૪ મેના ૪.૦૧ કલાકથી તા. ૨૬ મેના ૪ કલાક સુધી ઓનલાઇન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.૨૬ મેના રોજ ૪.૧૫ કલાકે પરિણામ ઓનલાઇન જાહેર થશે.
વાહન નોંધણીની ઓનલાઇન પ્રક્રિયા:
અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ વેબસાઇટમાં દર્શાવેલા ‘ઓનલાઇન સર્વિસ’ પર ક્લિક કરીને ‘Fancy Number Booking’ પર ક્લિક કરવાનું રહેશે.જેમાં ‘પબ્લિક યુઝર’ પસંદ કરીને આઈ.ડી. બનાવવાનું રહેશે. ત્યારબાદ સી.એન.એ. (CNA) ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. પસંદગીનો નંબર સિલેક્ટ કરીને દર્શાવેલી ફી પૈકી ઓછામાં ઓછી ફી ભરવાની રહેશે. ત્યારપછી હરાજીમાં ભાગ લઈને નંબર મેળવ્યા બાદ પાંચ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવાની રહેશે.
હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીએથી એપ્રૂવલ લઈને નંબર મેળવવાનો રહેશે.
અરજદારે વાહન ખરીદીના સાત દિવસમાં સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.
વાહન ખરીદી તારીખથી સાત દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.




