સાબરકાંઠા પોલીસનો જનસંપર્ક અભિયાન વધુ સક્રિય બન્યો, ઈડર ખાતે યોજાયેલા લોક દરબારમાં પોલીસ-જનતા વચ્ચે સીધી સંવાદસભા યોજાઈ;



**સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ IPS દ્વારા ઈડર ખાતે લોક દરબારનું આયોજન**
સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા તથા જનસમસ્યાઓના તાત્કાલિક નિવારણ માટે લોકસહભાગીતાવાળા અભિયાન અંતર્ગત ઈડર ખાતે લોક દરબાર નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વ્યાજખોરો, લુટેરી દુલ્હન જેવા સામાજિક અપરાધો, અત્યંત વધુ સ્પીડમાં સ્પોર્ટ્સ બાઇક ચલાવતા યુવાનો તેમજ અન્ય વિવિધ ગુનાઓને રોકવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
લોક દરબારમાં સ્થાનિક ગામડાઓ અને શહેરી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોની મોટી ભીડ જોઈને સ્પષ્ટ થયું કે જિલ્લા પોલીસ વડાની આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે.
ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, “પોલીસ અને જનતા વચ્ચેનું અંતર ઓછું કરવું અને સીધી વાતચીત દ્વારા સમસ્યાઓનું નિરાકરણ કરવું એ જ અમારું લક્ષ્ય છે.” તેમણે વિશેષ રીતે નીચેના મુદ્દાઓ પર ભાર મૂક્યો:
વ્યાજખોરો અને આર્થિક શોષણ વ્યાજખોરો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થતા શોષણ વિરુદ્ધ કડક કાર્યવાહી. લોકોને અપીલ કરવામાં આવી કે આવા કિસ્સાઓની તાત્કાલિક જાણ પોલીસને કરવી.
લુટેરી દુલ્હન: લગ્નના નામે છેતરપિંડી કરનારી મહિલાઓ અને ગેંગ વિરુદ્ધ જાગૃતિ. આવા કેસમાં પુરાવા સાથે ફરિયાદ નોંધાવવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી.
યુવાનો દ્વારા સ્પોર્ટ્સ બાઇક પર અત્યંત વધુ સ્પીડે વાહન ચલાવવાના કિસ્સાઓ વધ્યા છે, જે અકસ્માત અને જીવલેણ ઘટનાઓ તરફ દોરી જાય છે. પોલીસે આવા વાહનો પર નિયમિત ચેકિંગ અને કડક દંડની ચેતવણી આપી. મહિલાઓ અને બાળકો સામેના અપરાધ, જમીન વિવાદ, ઈડરનું ટ્રાફિક સમસ્યા, માદક દ્રવ્યોનું સેવન તથા વેચાણ, રોડ સેફ્ટી વગેરે મુદ્દાઓ પર ચર્ચા.
લોક દરબારમાં આવેલા નાગરિકોએ સમસ્યાઓ અને અનુભવો વ્યક્ત કર્યા. પોલીસ અધિક્ષક સાહેબે વ્યક્તિગત રીતે ઘણી ફરિયાદો સાંભળી અને તાત્કાલિક સૂચનાઓ આપી. જ્યારે બાકીની ફરિયાદોના નિવારણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી.
આ કાર્યક્રમમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ, ઈડર તાલુકા આગેવાનો અને અન્ય વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, “પોલીસ તમારી સેવામાં છે. કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો નિર્ભયપણે આવીને જણાવો. અમે સાથે મળીને જિલ્લાને અપરાધમુક્ત અને સુરક્ષિત બનાવીશું.” તેમણે યુવાનોને રોડ સેફ્ટીનું પાલન કરવા અને સામાજિક જવાબદારી નિભાવવા અપીલ કરી.
આ લોક દરબારને સ્થાનિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને જિલ્લા પોલીસ આવા કાર્યક્રમોને આગળ વધારવાની યોજના ધરાવે છે. આ પહેલથી જિલ્લામાં પોલીસ-જનતાના સંબંધો વધુ મજબૂત બનશે તેવી આશા છે.
સાબરકાંઠા પોલીસનું આ પગલું જનસેવા અને અપરાધ નિવારણ તરફનું સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.
જયંતિ પરમાર સાબરકાંઠા




