BHUJKUTCH

લંપટ શહેર મંડળ પ્રમુખની કામલીલાએ કાળા કોટધારીનું સંસાર બગાડ્યું

તારીખ : ૧૬-૦૫-૨૦૨૬

રિપોર્ટ : યશ માંકડ,પ્રતીક જોશી

 

નારી સુરક્ષા અને સન્માનનો દંભ આચરતી એક રાજકીય પાર્ટીના નેતાઓની અનૈતિક પ્રવૃત્તિઓનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. પક્ષના શિસ્તબદ્ધ હોવાના દાવાઓ વચ્ચે કેટલાક લંપટ અને લાલચુ નેતાઓએ પક્ષની જ મહિલા કાર્યકરોને પોતાની હવસનો શિકાર બનાવી હોવાની વિગતો સપાટી પર આવી છે, જે હાલ સોશિયલ મીડિયાથી લઈને જાહેર વર્તુળોમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે.

સત્તા અને પદના નશામાં ધુત રહેતા એક લંપટ શહેર મંડળ પ્રમુખે પદ્ધતિસરનું નેટવર્ક પણ ગોઠવ્યું હતું. આ પ્રમુખે અગાઉ જિલ્લા મીડિયા સેલમાં નિયુક્ત એક પરિણીત મહિલા કાર્યકર સાથે સતત સંપર્કમાં રહેવા અને દૈનિક મુલાકાતો (Meet Up) ગોઠવવાના બદઇરાદાથી તેને શહેરના સંગઠન માળખામાં એક વિશેષ જવાબદારી સોંપી દીધી હતી. પદ અને સત્તાની આ આડમાં બંને વચ્ચે લાંબા સમય સુધી અનૈતિક સંબંધો પાંગર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

આ પ્રમુખે સદર પરિણીત મહિલા કાર્યકર સાથે શહેરના રિંગરોડ પર આવેલા એક આલીશાન રિસોર્ટમાં ઘણી રાતો રંગીન કરી હોવાના ચોંકાવનારા પુરાવા સામે આવ્યા છે. આ સમગ્ર ભોગવિલાસ અને ‘રૈયાણ’ના  કેટલાક અંગત વીડિયો તેમજ ફોટોગ્રાફ્સ મહિલાના જ મોબાઈલમાં સંગ્રહિત હતા, આ વાંધાજનક પુરાવા આકસ્મિક રીતે મહિલાના કાળા કોટધારી પતિના હાથમાં આવી જતાં ઘર કંકાસ ચરમસીમાએ પહોંચ્યો હતો. વર્ષો જૂનું સુખી દામ્પત્ય જીવન પળવારમાં વેરવિખેર થઈ ગયું અને આખરે મામલો કાયદાકીય રીતે તલાક (છૂટાછેડા) સુધી પહોંચતા સંસાર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.આ વિવાદ અહીં જ અટકતો નથી. આ ઘટનાની પાછળ હજુ પણ કેટલાય આંતરિક ભેદો છુપાયેલા છે, જે આગામી સમયમાં પક્ષના મોટા માથાઓની ઊંઘ હરામ કરી શકે છે તમામ ઘટના વચ્ચે મુખ્ય સવાલએ પણ ઉઠાવ પામેછે કે આખરે કોની રહેમનજર અને કૃપાથી પ્રમુખની વાસનાનો ભોગ બનેલી આ મહિલા પક્ષમાં આટલી પ્રભાવશાળી બની? કોની મીઠનજર થકી પ્રમુખની વાસનાનો ભોગ બનેલી તે મહિલા એક સમયે સેલ્ફી ‘સ્પેશિયલિસ્ટ’ બનેલા ‘હાથી’ નીચે કચડાઈ ગઈ?

Back to top button
error: Content is protected !!