મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
લુણાવાડા અને બાલાસિનોરના ધારાસભ્યો દ્વારા બેઠકમાં પ્રજાહિતલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી.

મહીસાગર જિલ્લામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિ (ભાગ ૧ અને ૨) ની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ અને નાગરિકોના પડતર પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અંગે સઘન સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.
આ સંકલન સમિતિની બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓ તરીકે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારના નાગરિકોની સુખાકારી, પ્રાથમિક સુવિધાઓ અને અન્ય પ્રજાહિતલક્ષી વિવિધ પ્રશ્નો બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ રજૂઆતો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી, તેના ઝડપી અને યોગ્ય ઉકેલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને અધ્યક્ષસ્થાનેથી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અને સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




