
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – લીંભોઈ શનિધામે શનિશ્ચર જયંતિએ ભક્તોની ભીડ,શનિવાર અને અમાસ સાથે શનિ જયંતિનો અનોખો સંયોગ

અરવલ્લી જિલ્લો જિલ્લામાં શનિશ્ચર જયંતિની ભાવભીની ઉજવણી કરવામાં આવી. લીંભોઈ શનિદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. પૌરાણિક મહત્ત્વ ધરાવતા આ શનિદેવ મંદિરે શનિવાર અને અમાસ સાથે શનિ જયંતિનો અનોખો સંયોગ બનતા વિશેષ ધાર્મિક માહોલ સર્જાયો.શનિદેવને ન્યાયના દેવતા તરીકે માનવામાં આવતા હોવાથી દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. ખાસ કરીને મુંબઈ, પુણે તેમજ રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.આકરી ગરમી હોવા છતાં ભક્તોમાં અદમ્ય શ્રદ્ધા જોવા મળી હતી. ભક્તોએ શનિદેવને તલનું તેલ, નાળિયેર પાણી અને શેરડીના રસથી અભિષેક કરી પુજા અર્ચના કરી હતી. દિવસ દરમિયાન મંદિરે વિવિધ મનોરથ અને ધાર્મિક વિધિઓ યોજાતા શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.





