
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી – જાબ ચિતરીયામાં ઘર અને કારમાંથી દારૂ સાથે કુલ ₹ 10.36 લાખનો મુદ્દામાલ કબ્જે
શામળાજી પોલીસએ જાબ ચિતરીયા ગામમાં હાઉસ રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો અને કાર સાથે કુલ ₹10.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કાર્યવાહી દરમિયાન આરોપી ફરાર મળી આવ્યો હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

વિરેન્દ્રસિંહ યાદવ અને મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન વિરુદ્ધ સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાન બોર્ડર તરફથી આવતા અંતરિયાળ માર્ગો પર ચેકિંગ અને બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
તે અનુસંધાને જે.ડી. વાધેલાના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલની સૂચનાથી પો.સ.ઇ. એન.બી. ચૌધરી તથા ટીમ જાબ ચિતરીયા વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચમાં હતી.બાતમીના આધારે શામળાજી તાલુકાના જાબ ચિતરીયા ગામે રહેતા આરોપી નવિનભાઇ શકરાભાઇ પટેલના ઘરે દરોડો પાડવામાં આવ્યો. ઘરે કોઈ હાજર ન હતું, પરંતુ સ્થાનિક પૂછપરછમાં મકાન આરોપીનું હોવાનું જાણવા મળ્યું.ઘરની તપાસ દરમિયાન રસોડામાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી. ઉપરાંત ઘરના ચોપાડમાં પાર્ક કરેલી Maruti Suzuki Vitara Brezza કારની પાછળની સીટમાંથી બિયરની બે પેટીઓ મળી આવી.પોલીસે કુલ 203 બોટલ/ટીન/ક્વાર્ટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ, કિંમત ₹36,020 તેમજ કાર કિંમત ₹10 લાખ મળી કુલ ₹10,36,020નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ફરાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





