
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં 130 પોલીસ કર્મચારીઓની બદલી, તાત્કાલિક હાજર થવાનો આદેશ

અરવલ્લી જિલ્લો માં પોલીસ વિભાગમાં એક સાથે 130 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન. જાડેજા એ આ બદલીઓના આદેશ જાહેર કર્યા છે.જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન તેમજ શાખાઓમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને નવી નિમણૂક સાથે બદલી આપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ પત્ર વ્યવહાર કર્યા વગર તાત્કાલિક હાલની ફરજ પરથી છૂટા થઈ નવી જગ્યાએ હાજર થવાનો રિપોર્ટ કરવો રહેશે.આ બદલીઓમાં મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરા, ભિલોડા અને મોડાસા તાલુકાના વિવિધ પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો સમાવેશ થાય છે.આ બદલીથી જિલ્લાના પોલીસ તંત્રમાં નોંધપાત્ર વહીવટી ફેરફાર જોવા મળશે.





