SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર દ્વારા શ્રી સીમંધર સ્વામી દેરાસર ૨૪ જીનાલયમાં પક્ષાલનું અદ્ભુત આયોજનમાં

તા.17/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

468 બાળકોનું ઐતીહાસિક જોડાણ, આજરોજ જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા શ્રી સીમંધર સ્વામી દેરાસર ૨૪ જીનાલયમાં પક્ષાલનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૬૮ બાળકોનું ભવ્ય અને ઐતીહાસિક જોડાણ થયું. ઉલ્લેખનીય છે સિલ્વર ગ્રુપ દ્વારા વેકેશન દરમિયાન દર વર્ષ રવિવાર દરમિયાન જીનાલયમાં પક્ષાલ અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવે છે તે અનુસંધાને સિલ્વર ગ્રુપના જોઈન્ટ સેક્રેટરી નીર્મેશ શાહ અને સંજય સંઘવીએ જણાવેલ કે આગામી રવિવાર તારીખ ૨૪-૦૫-૨૦૨૬ ના રોજ ૦૮:૩૦ થી ૦૯:૩૦ કલાક શ્રી આદિનાથ ઉપાશ્રય, ઘર હો તો એસા પાસે શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રી શાંતિનાથ જીનાલય, દિગંબર મંદિર, હવેલી રોડ ખાતે સવારે ૧૦ થી ૧૧ ભક્તિ ભાવનાનું આયોજન કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!