MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પીપળી ગામે જુગારધામ પર પોલીસનો દરોડો: ૫ મહિલા સહિત ૬ પકડાયા

 

MORBI:મોરબીના પીપળી ગામે જુગારધામ પર પોલીસનો દરોડો: ૫ મહિલા સહિત ૬ પકડાયા

મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે પીપળી ગામની સીમમાં સપાટો બોલાવી જાહેરમાં જુગાર રમતા એક પુરૂષ અને પાંચ મહિલાઓ સહિત કુલ છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી હજારોની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પીપળી ગામની સીમમાં આવેલી અમરનાથ સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો એકઠા થઈને તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ આયોજનબદ્ધ રીતે અમરનાથ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો.

પોલીસની અચાનક એન્ટ્રીથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી પાંચ મહિલાઓ અને એક પુરૂષને રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસ રેઇડ દરમિયાન પકડાયેલા આરોપીઓમાં મોરબી શહેર અને પીપળી ગામના સ્થાનિકોનો સમાવેશ થાય છે:રાજેશભાઈ સુખરામભાઈ સોનારથી (રહે. રામેશ્વર મંદિર પાસે, હાઉસિંગ બોર્ડ, મોરબી)રીનાબેન કેશુભાઈ ઉકાણી (રહે. શિવાલીક એપાર્ટમેન્ટ, ટી.કે. હોટલ પાસે, સામાકાંઠે, મોરબી)શારદાબેન નરેન્દ્રભાઈ પાનસુરીયા (રહે. પીપળી ગામ, તા. મોરબી)કાજલબેન બુધાભાઈ નોવરાટીયા (રહે. મહેન્દ્રનગર, મોરબી)કંચનબેન ઉર્ફે મંજુબેન નરભેરામભાઈ અઘારા (રહે. પીપળી ગામ, તા. મોરબી)અસ્મિતાબેન સવજીભાઈ ડાભી (રહે. પીપળી ગામ, તા. મોરબી)પોલીસે દરોડા દરમિયાન જુગારના પટમાંથી કુલ રૂપિયા ૬૩,૧૦૦ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ તમામ આરોપીઓ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસે જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!