MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રવિરાજ ચોકડી પાસેથી ૫.૮૮ લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ, એક ધરપકડ

 

MORBI:મોરબી રવિરાજ ચોકડી પાસેથી ૫.૮૮ લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ, એક ધરપકડ

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડને એક મોટી સફળતા મળી છે. મોરબી-માળીયા નેશનલ હાઇવે પર રવિરાજ ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવીને એક માલવાહક રિક્ષામાંથી વિદેશી દારૂની કુલ ૨,૪૪૮ બોટલો ઝડપી પાડી છે. પોલીસે આ દારૂના જથ્થા, રિક્ષા અને અન્ય સામગ્રી સહિત કુલ ₹૫,૮૮,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે માળીયા તરફથી મોરબી તરફ આવી રહેલી એક લીલા કલરની ‘બજાજ મેક્ષીમા’ માલવાહક રિક્ષા (રજીસ્ટ્રેશન નંબર: GJ-03-BX-3237) માં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને લાવવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ પર રવિરાજ ચોકડી નજીક આવેલા ક્રીસ્ટલ કોલ પાસે, સર્વિસ રોડ પર વાહન ચેકિંગ અને વોચ ગોઠવી દીધી હતી.

રૂ. ૨.૮૩ લાખનો દારૂ અને કુલ ₹૫.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત વોચ દરમિયાન બાતમીવાળી શંકાસ્પદ રિક્ષા ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી. રિક્ષાની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર રીતે છુપાવેલી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨,૪૪૮ બોટલો મળી આવી હતી.

વિદેશી દારૂની કિંમત: ₹૨,૮૩,૨૦૦/-કુલ જપ્ત મુદ્દામાલ: ₹૫,૮૮,૨૦૦/- (રિક્ષા તથા અન્ય સામગ્રી સહિત પોલીસે રિક્ષા ચલાવી રહેલા આરોપી સમીરશા ઉર્ફે ટોની યાકુબશા શાહમદાર (રહે. મકરાણી વાસ, જેલની પાછળ, મોરબી) ને ઘટનાસ્થળેથી જ દબોચી લીધો હતો.

પકડાયેલા આરોપી સમીરશાની કડક પૂછપરછ કરતાં આ ગુનામાં અન્ય બે સ્થાનિક શખ્સોના નામ પણ સામે આવ્યા છે:અવેશભાઈ પીલુડીયા (રહે. વીસીપરા, મોરબી) સલીમભાઈ જુસબભાઈ કટીયા (રહે. મચ્છીપીઠ, મોરબી) પોલીસે આ ત્રણેય ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી ધારા) હેઠળ ગુનો નોંધીને ફરાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!