BHUJKUTCH

ભુજ નગરપાલિકાના સત્તાધીશોનું સુકાન જાહેર: લોકલાડીલા શીતલ શાહ બન્યા પ્રમુખ, નગરજનોમાં ખુશીનો માહોલ :

રિપોર્ટ: યશ માંકડ, પ્રતીક જોષી

તારીખ: ૧૯-૦૫-૨૦૨૬

 

લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ભુજ નગરપાલિકાના નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં સૌથી મોટો અને મહત્વનો નિર્ણય લેતા, લોકમુખે ચર્ચાતા અને જનતામાં ભારે વર્ચસ્વ ધરાવતા શીતલભાઈ શાહના શિરે ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો છે.નગરપાલિકાના વહીવટને વેગ આપવા માટે અનુભવ અને યુવા જોશના સમન્વય સાથેની સબળ ટીમ પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રમુખ: શીતલ શાહ,ઉપપ્રમુખ: બિંદિયાબેન ઠક્કર,કારોબારી ચેરમેન: કમલ ગઢવી, સત્તાપક્ષના નેતા: ધર્મેશ ગોર તેમજ દંડક તરીકે રૂપલબેન ચાવડાનું નામ જહર કરવામાં આવ્યું હતું.

ભુજના રાજકારણમાં અને સ્થાનિક સ્તરે શીતલભાઈ શાહનું નામ કોઈ ઓળખનું મોહતાજ નથી. છેલ્લા ઘણા સમયથી નગરજનો અને પક્ષના કાર્યકરોમાં એક જ ચર્ચા હતી કે ભુજનો વિકાસ માત્ર એક મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતો નેતા જ કરી શકે, અને એ નામ એટલે શીતલ શાહ. શા માટે શીતલ શાહ પર પસંદગીનો કળશ ઢોળાયો? (૧)લોકચાહના: તેઓ પ્રજાના પ્રશ્નો માટે હંમેશા ગ્રાઉન્ડ લેવલ પર એક્ટિવ રહેનારા નેતા છે.(૨)મજબૂત વર્ચસ્વ: સંગઠન અને સામાન્ય જનતા બંને પર તેમની પકડ ખૂબ મજબૂત છે.(૩)બેદાગ છબી: વહીવટી કુશળતા અને સાફ નીતિને કારણે તેઓ લોકમુખે ખૂબ ચર્ચામાં હતા.પ્રજાજનોને નવી ટીમ સામે આશાની નવી કિરણ બની શકે. ભુજ શહેરના રસ્તા, પાણી, સફાઈ અને ટ્રાફિક જેવા પાયાના પ્રશ્નોના ઉકેલ માટે આ નવી ટીમ સક્ષમ સાબિત થશે તેવી આશા નગરજનો સેવી રહ્યા છે. ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કર અને કારોબારી ચેરમેન તરીકે કમલભાઈ ગઢવીની વરણીથી વહીવટી પ્રક્રિયાને નવી ગતિ મળશે. જ્યારે ધર્મેશ ગોર સત્તાપક્ષના નેતા તરીકે અને રૂપલબેન ચાવડા દંડક તરીકે શાસક પક્ષની શિસ્ત જાળવી રાખશે.સમગ્ર પ્રક્રિયા દરમિયાન નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જેવા જ આ નામો જાહેર થયા કે તરત જ ભુજ નગરપાલિકાની કચેરી બહાર અને શહેરના કાર્યકરો તેમજ શુભચિંતકો દ્વારા બહોળી સંખ્યામાં હાજર રહી મોં મીઠું કરાવીને આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે લોકપ્રિય પ્રમુખ શીતલ શાહની આ નવી ટીમ ભુજ શહેરને વિકાસના કયા નવા શિખરો પર લઈ જાય છે!

Back to top button
error: Content is protected !!