MORBIMORBI CITY / TALUKOTANKARAWANKANER

MORBI:ટંકારા, વાંકાનેર અને માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામો જાહેર

 

MORBI:ટંકારા, વાંકાનેર અને માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામો જાહેર

ટંકારા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ બન્યા પંકજ કારોલિયા ઉપપ્રમુખ તરીકે સરોજબેન ખોખાણીની વરણી

ટંકારા શહેરના સર્વાગી વિકાસ માટે પ્રતિબદ્ધ નવી ટીમને ભાજપ આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓનો ધસારો

મોરબી જિલ્લાના ટંકારા શહેરમાં નવી રચાયેલીનગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પૂર્ણ કરવામાં આવી છે. ટંકારા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે ભાજપના પંકજ કારોલિયાની વરણી કરવામાં આવતા ભાજપ કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ટંકારા નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવી હતી. પાલિકાની કુલ 24 બેઠકોમાંથી 18 બેઠકો ઉપર ભાજપે કબજો જમાવ્યો હતો. ત્યારબાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 5 માંથી વિજેતા બનેલા ઓબીસી સદસ્ય પંકજ કારોલિયાને પ્રથમ નગરપાલિકા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે સરોજબેન ખોખાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. વરણી બાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓનો ધસારો જોવા મળ્યો હતો. ટંકારા શહેરના વિકાસને વધુ ગતિ આપવાના દાવા સાથે નવી ટીમે કામગીરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.

વાંકાનેરમાંભાજપનો ભગવો લહેરાયો, પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેની વરણી મોરબી જિલ્લાના વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પૂર્ણ કરવામાં આવી છે. એસસી અનામત પ્રમુખ પદ માટે ભાજપના વરિષ્ઠ આગેવાન રમેશભાઈ વોરાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી હતી. પાલિકાની કુલ 28 બેઠકોમાંથી 21 બેઠકો પર ભાજપે જીત નોંધાવી સત્તા કબજે કરી હતી.ત્યારબાદ આજે યોજાયેલી વરણી પ્રક્રિયામાં ચાર ટર્મથી પાલિકા સદસ્ય તરીકે સેવા આપતા રમેશભાઈ વોરાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે માધવીબેન દવેના નામની જાહેરાત કરવામાં આવી હતી. વરણી બાદ ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નવી બોડી દ્વારા શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં ખુશની લાગણી, શહેરના સર્વાગી વિકાસ માટે નવી ટીમ સજજ

 

માળીયા મિયાણા નગરપાલિકામાં પ્રમુખ-હારુન સંઘવાણી ઉપપ્રમુખ વિરમભાઈ મોવર બન્યા

 

કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનો માહોલ શહેરના વિકાસ માટે નવી ટીમ પ્રતિબદ્ધ પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા મા સાથે ઉકેલવાનો વિશ્વાસ મોરબી જિલ્લાના માળીયા મિયાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પૂર્ણ કરવામાં આવી છે. કોંગ્રેસ શાસિત પાલિકામાં પ્રમુખ તરીકે હારુન સંઘવાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. માળીયા મિયાણા નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી મેળવી હતી. પાલિકાની કુલ 24 બેઠકોમાંથી 17 બેઠકો કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસે સત્તા કબજે કરી હતી. ત્યારબાદ આજે યોજાયેલી વરણી પ્રક્રિયામાં હારુન સંઘવાણીને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે વિરમભાઈ મોવરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. વરણી બાદ કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નવી ટીમ દ્વારા શહેરના વિકાસને પ્રાથમિકતા આપવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!