માવજત હોસ્પિટલમાં 10 કિલો ની પેટ માં ગાંઠ અને 55 MM ની પથરી ના દર્દીને જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડૉ. કાર્તિક મહેશ્વરી દ્વારા 2-4 કલાકના ઓપરેશન બાદ દર્દીને સફળતાપૂર્વક

19 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
માવજત હોસ્પિટલ, પાલનપુરમાં તાજેતરમાં એક અત્યંત ગંભીર અને જટિલ સારવારની ઘટના સામે આવી હતી. બાડમેર (રાજસ્થાન) ના સુલતાનભાઈ ને કિડની ના ભાગમાં દુઃખાવો ઉપાડતા માવજત હોસ્પિટલ મા ડૉ. કાર્તિક મહેશ્વરી ને બતાવવા આવેલ હતા તપાસ કરતા તેમની કિડની મા 55 Mm ની મોટી પથરી હતી જેનું ઓપરેશન એક જ વખતમા દૂરબીન દ્વારા ઓપરેશન કરવામાં આવ્યુ અને એમની કિડની બચાવવા માં આવી
દસ દિવસ બાદ તેમના બહેન મુમતાઝ બલોચ ને પણ પેટ મા મોટી ગાંઠ હતી એટલે માવજત હોસ્પિટલ પાલનપુર ખાતે લાવેલ અને માવજત હોસ્પિટલમાં ડૉ. કાર્તિક મહેશ્વરી સર દ્વારા તપાસ કરતા અંડાશય માં 10 કિલો ની મોટી ગાંઠ હતી જે પેશાબ ની નળી અને આંતરડા સાથે ચોટેલી હતી જેનું ઓપરેશન જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડૉ. કાર્તિક મહેશ્વરી અને ડૉ. ગૌરવ પટેલ એનેસ્થેસિયા ની નિષ્ણાત ટીમ દ્વારા આ જીવનરક્ષક ઓપરેશન 2-4 કલાક સુધી સતત પ્રયત્નો સાથે હાથ ધર્યું. આ જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું ડૉ. કાર્તિક મહેશ્વરી – જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન એ જણાવ્યું કે, “આ ઓપરેશન ખૂબ જ જટિલ અને જોખમપૂર્ણ હતું કારણ કે અંડાશય માં ૧૦ કિલો ની મોટી ગાંઠ હતી જે માં પેશાબ ની નળી અને આંતરડા સાથે ચોટેલી હતી, જે જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ અમારી ટીમના સંયુક્ત પ્રયાસો અને આધુનિક સાધનોના ઉપયોગથી ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દર્દીને નવા જીવનની ભેટ આપી છે.”ઓપરેશન પછી, દર્દીને સીધા જનરલ વોર્ડ માં જ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતા. હોસ્પિટલની ટીમ દ્વારા દર્દીને સંપૂર્ણ સારવાર મળ્યા બાદ, હાલ બન્ને ભાઈ અને બહેન અત્યારે સ્વસ્થ અને તંદુરસ્ત છે અને તેને સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.માવજત હોસ્પિટલના ચેરમેન શ્રી ડૉ. જયેશ બાવીશી એ ડૉ. કાર્તિક મહેશ્વરી – જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન અને ડૉ. ગૌરવ પટેલ એનેસ્થેસિયા અને મેડિકલ ઓફિસર ની સમગ્ર તબીબી ટીમને અભિનંદન આપ્યાં અને જણાવ્યું કે, “અમે ગર્વ અનુભવી રહ્યા છીએ કે આ પ્રકારના ગંભીર અને જટિલ કેસમાં પણ અમે સફળતાપૂર્વક દર્દીને નવું જીવન આપી શક્યા. આ માવજત હોસ્પિટલની સર્વોત્તમ સુવિધાઓ અને કુશળ તબીબી સ્ટાફના પ્રયાસોથી શક્ય બન્યું છે.”માવજત હોસ્પિટલ હવે સુધીના તેના બધા દર્દીઓ માટે શ્રેષ્ઠ તબીબી સારવાર અને જીવનરક્ષક સેવાઓ પ્રદાન કરતું રહ્યું છે, અને આગળ પણ આ પ્રકારની સેવા.






