TANKARA: રાજકોટમાંથી ૫ બાઈક ચોરી કરનાર શખ્સને ટંકારા પોલીસે ઝડપી લીધો







TANKARA: રાજકોટમાંથી ૫ બાઈક ચોરી કરનાર શખ્સને ટંકારા પોલીસે ઝડપી લીધો


રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા મોરબી જીલ્લા પોલીસ વડા મુકેશ પટેલ સાહેબની સૂચના અને વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ટંકારા પોલીસ એક્શન મોડમાં આવી છે.

ટંકારા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.ડી.ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા અને ખાનગી બાતમીદારો તેમજ ટેકનિકલ સોર્સની મદદથી તપાસ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક શખ્સને અટકાવી, યુક્તિ-પ્રયુક્તિથી કડક પૂછપરછ કરતાં રાજકોટ શહેરમાંથી થયેલી ૫ બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો છે.
ઝડપાયેલ આરોપી:અલ્પેશભાઇ મુનેશભાઈ કુંઢીયા (ઉં.વ. ૧૯, રહે. પંચાસીયા, તા. વાંકાનેર, જી. મોરબી)
કબજે કરેલ મુદ્દામાલ (કુલ કિંમત ₹૨,૦૦,૦૦૦/-):પોલીસે આરોપી પાસેથી નંબર પ્લેટ વગરના ૫ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કબજે કર્યા છે, જે નીચે મુજબના વિસ્તારોમાંથી ચોરાયા હતા:૧. કુવાડવા રોડ, રણછોડનગર શેરી નં. ૫/૧૫ ના ખૂણેથી (કિંમત ₹૩૦,૦૦૦) ૨. પેડક રોડ, સદગુરૂ જ્યોત કોમ્પ્લેક્સ, પાણીના ઘોડા પાસેથી (કિંમત ₹૫૦,૦૦૦) ૩. હોસ્પિટલ ચોક, ભીમરાવ આંબેડકર બ્રિજ નીચે, જામનગર રોડ પરથી (કિંમત ₹૪૦,૦૦૦) ૪. હોસ્પિટલ ચોક, ભીમરાવ આંબેડકર બ્રિજ નીચેથી અન્ય એક બાઈક (કિંમત ₹૪૦,૦૦૦) ૫. પારેવડી ચોક નજીકથી (કિંમત ₹૪૦,૦૦૦)
રાજકોટના ૩ ગુનાઓ ડિટેક્ટ થયા આ પકડાયેલા આરોપીની પૂછપરછમાં રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નીચે મુજબના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે:રાજકોટ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૮૫/૨૦૨૬ (BNS કલમ-૩૦૩(૨)) રાજકોટ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૭૫૨/૨૦૨૫ (BNS કલમ-૩૦૩(૨)) રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૩૩/૨૦૨૫ (BNS કલમ-૩૦૩(૨))

આ સફળ કામગીરી ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.ડી.ઝાલા તથા ટંકારા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા પ્રશંસનીય રીતે કરવામાં આવી છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



