સુરેન્દ્રનગર જિલ્લામાં 10 વધુ ગામોમાં વીજ ચેકીંગ ટીમો ત્રાટકી દંડ વસુલ્યો
ચોટીલા, તરણેતર, ટીકર સહિતના વિસ્તારોમાં પાવર ચોરી ઝડપાઇ

તા.20/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ચોટીલા, તરણેતર, ટીકર સહિતના વિસ્તારોમાં પાવર ચોરી ઝડપાઇ, સુરેન્દ્રનગર જિલ્લાના 10થી વધુ ગામોમાં પીજીવીસીએલ ટીમોએ રવિવારે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં 108 કનેક્શનમાં વીજચોરી પકડાતા રૂ.41.35 લાખનો દંડ ફટકાર્યો હતો પીજીવીસીએલની ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લાના અભેપર, ચોટીલા, ચોબારી, લાખણકા, નાના પાળીયાદ, નવાગામ, પીયાવા, રામપરા, સણોસરા, તરણેતર અને ટીકર સહિતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રવિવારે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં ઘરો અને વાણિજ્ય એકમો તપાસતા 108 કનેક્શનમાં ચોરી પકડાતા રૂ.41.35 લાખનો દંડ ફટકાર્યો હતો પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર એન. એન. અમીનના માર્ગદર્શન હેઠળ વીજ ચોરી ડામવા માટે એક સાથે 43 ટીમ મેદાનમાં ઉતારવામાં આવી હતી 474 કનેક્શન તપાસ્યા, 49 કેસમાં સીધી જ ચોરી આ મેગા ડ્રાઇવ દરમિયાન ઘર વપરાશના 464 અને કોમર્શિયલ હેતુના 10 મળી કુલ 474 વીજ જોડાણોની ચકાસણી કરાઈ હતી જેમાંથી ઘર વપરાશના 107 અને વાણિજ્યના 1 મળી કુલ 108 જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ હતી આશ્ચર્ય જનક રીતે આ પૈકી 49 કેસ તો એવા હતા જે વીજ જોડાણ વગર જ સીધી ચોરી કરતા હતા. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 23 પોલીસ સ્ટાફના જવાનો દ્વારા ચુસ્ત પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર ચેકિંગ પ્રક્રિયા પારદર્શક રહે તે હેતુથી 4 વીડિયોગ્રાફર પણ સાથે રાખવામાં આવ્યા હતા.



