સાગબારામાં કોંગ્રેસ સમિતિમાં મોટુ ગાબડું, અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા,
કોંગ્રેસના આગેવાનોને આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ખેસ પહેરાવી ભાવભર્યું સ્વાગત કર્યું,

સાગબારામાં કોંગ્રેસ સમિતિમાં મોટુ ગાબડું, અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા,

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
કોંગ્રેસના આગેવાનોને આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ખેસ પહેરાવી ભાવભર્યું સ્વાગત કર્યું,
પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન આનંદભાઈ ઉદેસિંગભાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રભાઈ સુભાષભાઈ અને બહાદુરભાઈ વેચનાભાઈ સહિત અનેક આગેવાનો AAPમાં જોડાયા,
ઉમેશભાઈ સેવંતાભાઈ, તોસિફભાઈ (સાગબારા) અને રાજુભાઈ ગેમજીભાઈએ પણ આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો,
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીનો પ્રભાવ સતત વધતા લોકો કામની રાજનીતિથી પ્રેરાયા,
લોકોમાં વિશ્વાસ વધતા કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોના કાર્યકરો તથા આગેવાનોએ હવે AAPને મજબૂત વિકલ્પ તરીકે સ્વીકારી,
નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાની આગેવાનીમાં AAPનું સંગઠન દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે,
ગતરોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના નિષ્ઠાવાન આગેવાનો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં તમામ આગેવાનોનો સ્નેહપૂર્વક આવકાર કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન નર્મદા આનંદભાઈ ઉદેસિંગભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સાગબારા રાજેન્દ્રભાઈ સુભાષભાઈ, માજી તાલુકા સભ્ય ગોડદા બહાદુરભાઈ વેચનાભાઈ, ઉમેશભાઈ સેવંતાભાઈ, તોસિફભાઈ (સાગબારા) તેમજ રાજુભાઈ ગેમજીભાઈ સહિતના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ સૌ આગેવાનોને ધારાસભ્ય ચૈતર વસાવાએ પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
રાજ્યમાં કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીનું સ્થાન દિવસેને દિવસે મજબૂત બની રહ્યું છે. લોકોમાં પાર્ટી પ્રત્યે વિશ્વાસ વધતા હવે અન્ય રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. તાજેતરમાં નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા બાદ જિલ્લામાં રાજકીય માહોલ બદલાયો છે અને લોકોનો વિશ્વાસ પાર્ટી તરફ વધુ મજબૂત બન્યો છે. પાર્ટીના આગેવાનોનું માનવું છે કે આવનારા સમયમાં વધુ લોકો કામની રાજનીતિથી પ્રેરાઈ આમ આદમી પાર્ટી સાથે જોડાશે,




