GUJARAT

થરાદ રેફરલ થી ચાર રસ્તા બન્યો ટ્રાફિક ઝોન પ્રાઇવેટ લક્ઝરી બસોના આતંકથી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ શહેરમાં પ્રાઇવેટ લક્ઝરી બસોના વધતા અવરજવર અને આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. ખાસ કરીને રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તાથી લઈને થરાદ ચાર રસ્તા સુધીના મુખ્ય માર્ગ ઉપર પ્રાઇવેટ લક્ઝરી બસો રોડની સાઇડમાં તેમજ વચ્ચે આડેધડ ઉભી રાખી મુસાફરો ભરવા-ઉતારવાનું કામ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. વ્યસ્ત બજાર વિસ્તારમાં બસો લાંબા સમય સુધી ઉભી રહેતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે વેપારીઓ, વાહનચાલકો તેમજ સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સ્કૂલ-કોલેજ સમય દરમિયાન વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, શહેરની અંદર ભારે વાહનોના પ્રવેશ અને પાર્કિંગ અંગે નિયમો હોવા છતાં કેટલાક પ્રાઇવેટ બસ સંચાલકો ખુલ્લેઆમ નિયમોની અવગણના કરી રહ્યા છે. રોડ ઉપર બસો ઉભી રહેતા અકસ્માતની શક્યતાઓમાં પણ વધારો થયો હોવાનું લોકો જણાવી રહ્યા છે. એટલું જ નહીં, દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સને પણ ટ્રાફિક વચ્ચે રસ્તો કાઢવામાં મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવ્યું છે. નગરજનોમાં હવે એવી માંગ ઉઠી રહી છે કે જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ થરાદ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના ભંગ કરતા પ્રાઇવેટ લક્ઝરી બસ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવવામાં બન્યો.

Back to top button
error: Content is protected !!