સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારી ‘કોકરોચ જનતા પાર્ટી’ નું X એકાઉન્ટ ભારતમાં કરી દેવાયું બ્લોક, નવું “કોકરોચ ઇસ બેંક”

સોશિયલ મીડિયાની આભાસી દુનિયામાં છેલ્લા 4-5 દિવસથી એક નામ સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યું છે અને તે છે- ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP). દેશના યુવાનો અને નેટીઝન્સમાં લોકપ્રિય બનેલા આ વ્યંગ્યાત્મક ડિજિટલ આંદોલનને લઈને આજે એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ચ્યુઅલ પાર્ટીના સત્તાવાર એક્સ (ટ્વિટર) એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત એટલે કે ‘Withheld’ કરી દેવામાં આવ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે આ મીમ-પેજ આધારિત પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની રેસમાં વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ (BJP) ના સત્તાવાર હેન્ડલને પણ પછાડી દીધું હતું.
ભારતમાં જ્યારે પણ કોઈ યુઝર આ અનોખી પાર્ટીના એક્સ હેન્ડલ (@CJP_2029) ને ખોલવાનો પ્રયાસ કરે છે, ત્યારે સ્ક્રીન પર ‘Account Withheld’ લખેલું જોવા મળે છે. પ્લેટફોર્મના જણાવ્યા અનુસાર, એક કાનૂની માંગ (Legal Demand) ના જવાબમાં આ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મુકાયો છે. આ આંદોલનની શરૂઆત કરનારા 30 year જૂના ડિજિટલ એક્સપર્ટ અભિજીત દીપકે (Abhijeet Dipke) એ આ બાબતનો સ્ક્રીનશોટ શેર કરતા સોશિયલ મીડિયા પર લખ્યું, “જેવી આશા હતી બરાબર તેવું જ થયું, કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ ભારતમાં વિધહેલ્ડ કરી દેવાયું છે.”
ભલે એક્સ (ટ્વિટર) પર આ એકાઉન્ટ બ્લોક થઈ ગયું હોય, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર આ પેજે જે રેકોર્ડ બનાવ્યો છે તેનાથી મોટા-મોટા રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે. CJP ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માત્ર ગણતરીના દિવસોમાં જ 12.6 Million (આશરે 1.2 કરોડ) થી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. આ આંકડો ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (જેના આશરે 8.7 Million ફોલોઅર્સ છે) કરતા ઘણો વધારે છે. આટલું જ નહીં, આ પાર્ટીની સત્તાવાર વેબસાઇટ પર અત્યાર સુધીમાં 6 Lakhs થી વધુ યુવાનો પોતાનું રજિસ્ટ્રેશન પણ કરાવી ચૂક્યા છે.
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા દિવસોથી ભારે ચર્ચામાં રહેલી ડિજિટલ પોલિટિકલ મૂવમેન્ટ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નું સત્તાવાર એક્સ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. પરંતુ કોકરોચ જનતા પાર્ટી ફરી એક્સ પર પાછી ફરી છે. જો કે તેણે તેનું નામ બદલ્યું છે, પણ તેના ડીપીમાં કોકરોચ જનતા પાર્ટી લખેલુ છે. આ વખતે એકાઉન્ટનું નામ ‘કોકરોચ ઇજ બેંક’ રાખવામાં આવ્યું છે.
કોકરોચ જનતા પાર્ટી ફરી સોશિયલ મીડિયા એક્સ પર પરત ફરી છે. જો કે તેણે પોતાનું નામબદલી દીધુ છે. પણ તેના ડીપીમાં કોકરોચ જનતા પાર્ટી જ લખેલુ છે. આ વખતે એકાઉન્ટનું નામ ‘કોકરોચ ઇજ બેક’ રાખવામાં આવ્યું છે. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક હોવાનો દાવો કરનારા અભિજીત દિપકાએ પોતે આ વિશે પોસ્ટ કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘હમણાં ફોલો કરો.’ હાલમાં આ એકાઉન્ટમાંથી બે પોસ્ટ કરવામાં આવી છે. તમને જણાવીએ કે કોકરોચ જનતા પાર્ટી એકાઉન્ટ X પર પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, આ એકાઉન્ટ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ જોડાયા હતા.
એક્સ પર એકાઉન્ટ ફરીથી બનાવતાની સાથે જ કોકરોચ પાર્ટીએ કટાક્ષભરી ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. પહેલી પોસ્ટમાં “કોકરોચ ઇસ બેંક” નો ફોટો અને કેપ્શન લખ્યું, “તમે શું વિચાર્યું, અમારાથી છુટકારો મળી જશે?” બીજી પોસ્ટમાં ભાજપ અને કોંગ્રેસના એકાઉન્ટના સ્ક્રીનશોટ લગાવાયા. ફોટામાં બંને પક્ષોના સોશિયલ મીડિયા એકાઉન્ટ નંબર આપવામાં આવ્યા. તેમાં કહેવામાં આવ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટીની ઝડપથી વધતી લોકપ્રિયતા અને ફેન ફોલોઇંગને કારણે એકાઉન્ટ બંધ કરવાયું હતું.






