NANDODNARMADA

નર્મદા : રાજપીપળા શહેરમાં પાણી, સફાઈ સહિત મુદ્દાઓનું નિરાકરણ નવનિયુક્ત પ્રમુખ શિવાનીબેન મહેતા સામે મોટો પડકાર

રાજપીપળા શહેરમાં પાણી, સફાઈ સહિત મુદ્દાઓનું નિરાકરણ નવનિયુક્ત પ્રમુખ શિવાનીબેન મહેતા સામે મોટો પડકાર

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ૨૮ બેઠકોમાંથી ૨૫ બેઠકો મેળવી જંગી બહુમતી હાંસિલ કરી છે પાલિકામાં કોંગ્રેસ અને આપ અદ્રશ્ય થઈ ગયા છે ત્રણ અપક્ષ ઉમેદવારો એ જીત હાંસિલ કરી છે

ભાજપ શાસિત રાજપીપળા નગરપાલિકામાં શિવાની મેહતા પ્રમુખ પદે, ઉપપ્રમુખ ઉત્કર્ષ મહેશભાઈ વસાવા ,કારોબારી ચેરમેન કુલદિપસિંહ અલ્કેશસિંહ ગોહિલ, પક્ષના નેતા પ્રજ્ઞેશકુમાર મહેન્દ્રભાઈ રામી , દંડક ધર્મેશકુમાર કનુભાઈ સોલંકી ની વરણી કરવામાં આવી છે

 

સામાન્ય રીતે પ્રમુખ પદે શિવાનીબેન મહેતા અને ઉપપ્રમુખ ઉત્કર્ષ વસાવા પ્રથમવાર પાલિકાની ચૂંટણી લડી જીત્યા છે ત્યારે નવા અને બિન અનુભવી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે રાજપીપળા શહેરની પાણી, સફાઈ, રોડ રસ્તાઓ સરકારી ગ્રાન્ટોનો સદ ઉપયોગ સહિત સમસ્યાઓનું સુખદ નિરાકરણ લાવવું અને લોકોના પ્રશ્નો હલ કરવા એક મોટો પડકાર છે

 

આજે પ્રમુખ ઉપરમુખ દ્વારા સત્તાવાર ચાર્જ સંભાળવામાં આવ્યો હતો ત્યારે પક્ષના નેતાઓ સંબંધીઓ અને ચૂંટાયેલ સભ્યો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!