MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા મિયાણામાં ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને એલસીબી ટીમે ઝડપી લીધો 

 

MALIYA (Miyana):માળીયા મિયાણામાં ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને એલસીબી ટીમે ઝડપી લીધો

 

મોરબી: માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી./પેરોલ ફલો સ્કવોડ મોરબીની ટીમે ઝડપી પાડતા પોલીસ બેડામાં ખુશીની લાગણી વ્યાપી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફરાર, પેરોલ જમ્પ અને જેલ ફરાર આરોપીઓ સામે હાથ ધરાયેલી ઝુંબેશ દરમિયાન આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, રાઝકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબી દ્વારા ફરાર આરોપીઓને પકડી પાડવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ PSI વી.જી. માલાણી અને પેરોલ ફલો સ્કવોડની ટીમ સક્રિય કામગીરી કરી રહી હતી.દરમિયાન ખાનગી બાતમીના આધારે જાણકારી મળી હતી કે માળીયા (મીં.) પોલીસ સ્ટેશનના પાર્ટ ગુનો રજીસ્ટર નં. 0905/2025 હેઠળ બી.એન.એસ. કલમ 303(2), 54 મુજબના ચોરીના ગુનામાં ફરાર આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડા મિયાણા માળીયા મિયાણા ખાતે રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા પર કોર્ટ પાસે ગોળાઈ રોડ ઉપર ઉભો છે.આ બાતમીના આધારે એલ.સી.બી./પેરોલ ફલો સ્કવોડની ટીમે તાત્કાલિક વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડા (ઉ.વ. 37), ધંધો મજૂરી, રહેવાસી ભરવાડના વાડા વિસ્તાર, માળીયા મિયાણા, જી. મોરબીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં PSI વી.જી. માલાણી સહિત એલ.સી.બી./પેરોલ ફલો સ્કવોડના સ્ટાફના કર્મચારીઓ હિતેન્દ્રસિંહ ચુડાસમા, ચંદુભાઈ કાણોતરા, ભગીરથસિંહ ઝાલા અને દશરથસિંહ પરમારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે ફરાર આરોપીઓ સામેની ઝુંબેશ વધુ કડક બનાવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!