THARADVAV-THARAD

બેવટા-રાહ રોડ પર મિની ટ્રકના ચોરખાનામાંથી ૭૦૨૦બોટલો સાથે લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

એલ.સી.બી. વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા લગત પેટ્રોલીગમાં હતા દરમ્યાન બેવટા થી રાહ તરફ જતા રોડ ઉપર લુવાણા(ક.) ગામની સીમમાં એક મિની ટ્રક રાજસ્થાનથી ગુજરાત તરફ જતી હોય જેથી શંકાસ્પદ જણાતા તેનૈન રોકી ટ્રકમાં ચોરખાનુ બનાવેલ હોય જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/બિયર ટીન નંગ-૭૦૨૦ કિ.રૂા.૧૪,૫૮,૭૦૮/- નો તથા મિની ટ્રક ગાડી જેની કિં.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/- તથા તાડપત્રી નંગ-૧ કિં.રૂા.૦૦/૦૦ તથા તાડપત્રી બાંધવા માટેનો રસ્સી નંગ-૧ કિં.રૂા.૦૦/૦૦ સહિત કુલ મુદ્દામાલ કિં.રૂા.૨૪,૬૩,૭૦૮/-ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમને પકડી પાડી તેના વિરૂદ્ધ તથા દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર ઈસમો વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

Back to top button
error: Content is protected !!