BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ શહેરના સીટી સેન્ટર ડેપો બહાર આજે બપોરના સમયે એસટી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરના સીટી સેન્ટર ડેપો બહાર આજે બપોરના સમયે એસટી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, સીટી સેન્ટર ડેપોની એસટી બસ ભોલાવ ડેપો તરફ જવા માટે નીકળી હતી. બસ ડેપોની બહાર નીકળતા જ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બસ રેલ્વે સ્ટેશન તરફ વળવાની જગ્યાએ અચાનક રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાથી સામેથી આવતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ દરમિયાન સામેથી આવી રહેલી મોપેડ સવાર મહિલા બસની અડફેટમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાને ઇજાઓ પહોંચતાં સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અકસ્માત બાદ બસ ચાલક બસ સ્થળ પર મુકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બસનું નિરીક્ષણ કરી ટ્રાફિક જામ ન સર્જાય તે માટે બસને સ્થળ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ઘટના અંગે ડેપો તંત્ર દ્વારા બસ ચાલકનો જવાબ લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!