ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : રાજસ્થાનમાં પશુ ચોરીના ગુન્હાના ફરાર પશુ ચોરને SOGએ રાણાસૈયદમાંથી દબોચી લીધો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : રાજસ્થાનમાં પશુ ચોરીના ગુન્હાના ફરાર પશુ ચોરને SOGએ રાણાસૈયદમાંથી દબોચી લીધો

અરવલ્લી જીલ્લા એસઓજીએ મોડાસા શહેરમાં પેટ્રોલિંગ હાથધરી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાનના ધંમ્બોલા પોલીસ સ્ટેશનના પશુ ચોરીના ગુન્હામાં ફરાર રાણાસૈયદનો પશુ ચોરને તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એસઓજી પીઆઈ પ્રકાશ ચૌધરી અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજસ્થાનના ધંમ્બોલા પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીના ગુન્હામાં વોન્ટેડ રાણાસૈયદનો નથ્થે કાલુ મુલતાની તેના ઘરે હોવાની બાતમી મળતા એસઓજીની ટીમ ત્રાટકી ઘરને કોર્ડન કરી દબોચી લેતા પશુ ચોર ચોંકી ઉઠ્યો હતો નથ્થે મુલતાની ઝડપાઈ જતા પોલીસે અટકાયત કરી ધંમ્બોલા પોલીસને જાણ કરી સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

Back to top button
error: Content is protected !!