HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ નજીક ST બસની ટક્કરે આધેડનું કરૂણ મોત; બસ ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

 

HALVAD:હળવદ નજીક ST બસની ટક્કરે આધેડનું કરૂણ મોત; બસ ચાલક વિરૂદ્ધ‌ પોલીસ ફરિયાદ

હળવદ તાલુકાના દેવીપુર ગામના પાટિયા પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એસટી (ST) બસે ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારતાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં ટ્રેક્ટર ચલાવી રહેલા આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્નીએ એસટી બસના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



​મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા સરસ્વતીબેન શૈલેષભાઈ સોનગ્રા (ઉં.વ. ૪૫) એ એસટી બસ નંબર GJ-07-TU-5844 ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.​ગત તારીખ ૨૨ના રોજ ફરિયાદી સરસ્વતીબેનના પતિ શૈલેષભાઈ માવજીભાઈ સોનગ્રા પોતાનું ટ્રેક્ટર નંબર GJ-36-AJ-2779 લઈને દેવીપુર ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી એસટી બસે ટ્રેક્ટરની પાછળ જોડેલી સાતી (ખેતીનું સાધન) માં જોરદાર ટક્કર મારી હતી.​અકસ્માતમાં આધેડનું મોત, પોલીસ તપાસ શરૂ ​બસની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટર હાઇવે પર જ પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક શૈલેષભાઈ સોનગ્રાને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે હળવદ પોલીસે મૃતકના પત્નીની ફરિયાદના આધારે એસટી બસના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!