MORBI:મોરબીના રફાળેશ્વર પાસેથી ૪૦ હજારની કિંમતનું બાઇક ચોરાયું: પોલીસ ફરિયાદ નોંધાઈ







MORBI:મોરબીના રફાળેશ્વર પાસેથી ૪૦ હજારની કિંમતનું બાઇક ચોરાયું: પોલીસ ફરિયાદ નોંધાઈ


મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલી એક કંપની નજીકથી અજાણ્યો તસ્કર બાઇકની ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, રફાળેશ્વર મચ્છોનગર વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા ગૌતમભાઈ વજુભાઈ વામજાએ પોતાનું મોટરસાયકલ રફાળેશ્વર ગામ પાસે આવેલી ‘ઓમ એન્જીનીયરીંગ કંપની’ ની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કર્યું હતું. આ દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ ત્યાંથી તેમનું હિરો કંપનીનું બાઇક (રજીસ્ટ્રેશન નંબર: GJ-36-AB-6066), જેની અંદાજિત કિંમત ₹૪૦,૦૦૦ છે, તે ચોરી કરીને રફુચક્કર થઈ ગયો હતો.
પોતાનું બાઇક ચોરાયું હોવાની જાણ થતાં ગૌતમભાઈએ આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો નોંધીને ચોર ઈસમને પકડી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




