સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ડીડીઓ અને પક્ષના નેતાના મહત્વના પદોની જવાબદારીની કમાન મહિલાઓને સોંપવામાં આવી
પ્રમુખ પદ અને આખી નવી બોડીને શુભેચ્છાઓ - કે. એસ. યાજ્ઞિક DDO

તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
પ્રમુખ પદ અને આખી નવી બોડીને શુભેચ્છાઓ – કે. એસ. યાજ્ઞિક DDO, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપર મહિલાઓનું રાજ અને પ્રભુત્વ સર્જાયું છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બેઠક ઉપર કુલ 16 જેટલી મહિલાઓ વિજેતા બની છે કુલ 32 જેટલી બેઠકો ઉપર જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી તે પૈકી 16 મહિલાઓ ચૂંટાઈ અને જિલ્લા પંચાયતમાં સભ્યપદ તરીકે પ્રથમ વખત બેઠી હતી ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પણ મહિલા અનામત માટેની બેઠક હતી જેને લઈને ભાજપ પક્ષ દ્વારા 32 માંથી 31 બેઠકો ઉપર વિજય મેળવી અને સ્પષ્ટ બહુમતી સાથે જિલ્લા પંચાયત બનાવી છે જેમાં ખોડુ જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી જીતેલા રંજનબેન પ્રમુખ પદ ઉપર બેસાડવામાં આવ્યા છે આ ઉપરાંત ઉપપ્રમુખ પદે પણ પાયલ પટેલની નિમણુંક કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહત્વના પદોની જવાબદારી પણ મહિલાઓને સોંપવામાં આવી છે ત્યારે પક્ષના દંડક તરીકે પણ મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં પક્ષના દંડક તરીકે લીલાબેન ની પણ નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે ચૂંટાયેલી બોડી છે તેમાં મહત્વના ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે તેમાં મહિલાઓને સૌથી વધુ પ્રાધાન્યતા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને આગામી દિવસોમાં જિલ્લા પંચાયત ઉપર મહિલાઓનું શાસન રહેશે ત્યારે મહત્વના પદો ઉપર પણ મહિલાઓ અધિકારી તરીકે પણ જિલ્લા પંચાયતમાં બેઠેલા છે ત્યારે જિલ્લા પંચાયતમાં ડીડીઓ તરીકે પણ મહિલા ફરજ બજાવી રહ્યા છે જેમાં ઉઉઘ તરીકે કે. એસ. યાજ્ઞિક ફરજ બજાવી રહ્યા છે અને ડેપ્યુટી ડીડીઓ તરીકે પણ કીર્તનબેન રાઠોડ પરત બજાવી રહ્યા છે એટલે ચૂંટાયેલી બોડી પણ મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને અધિકારીઓમાં પણ મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવતી હોવાનું જિલ્લા પંચાયતમાં ઘાટ સર્જાયો છે.




