ધાંગધ્રામાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે લોખંડના પાઇપ વડે યુવક પર હુમલો થતાં ગંભીર ઇજા, વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર

તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે શહેરના કસ્બા શેરીની બારી પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ અલ્લારખાભાઈ મુસ્તુફાભાઈ મલેક નામના યુવકે એજાજભાઈ, સોકતભાઈ અને વસીમભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જોકે વ્યાજની રકમ સમયસર ચૂકવવામાં ન આવતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ અલ્લારખાભાઈ પર હુમલો કર્યો હતો આરોપીઓએ લોખંડના પાઇપ વડે માથાના ભાગે ઘા મારતા અલ્લારખાભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે તેમને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી છે શહેરમાં વધતી મારામારી અને અસામાજિક પ્રવૃત્તિઓને લઈ લોકોમાં ચિંતા વ્યાપી છે.




