KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસની મોટી કાર્યવાહી,સજા વોરંટના બે નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા..

 

તારીખ ૨૬/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે એક સંયુક્ત ઓપરેશન દરમિયાન હાલોલ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હોય તેવા બે વોરંટના આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લામાં વોરંટના આરોપીઓને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જેના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીદારો અને હ્યુમન ટેકનીકલ સોર્સીસ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી બે આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં પહેલો હિતેન્દ્રભાઇ નરવતભાઇ બારીઆ (રહે. ઉતરેડીયા, તા. કાલોલ, જી. પંચમહાલ) ગુનો: નામદાર એડી.ચીફ.જ્યુ.મેજી સા.શ્રીની કોર્ટ હાલોલના ક્રિમીનલ કેસ નં. ૮૯૧/૨૪ ના કામે ‘ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ – ૧૩૮’ (ચેક બાઉન્સ) હેઠળના ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા થયેલ હતી. તે પોતાના ઘરે હાજર હોવાની બાતમી મળતા તેને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બીજો લાખાજી ગમાજી વણઝારા (રહે. ગોળીબાર, તા. કાલોલ, જી. પંચમહાલ) ગુનો: નામદાર એડી.ચીફ.જ્યુ.મેજી સા.શ્રીની કોર્ટ હાલોલના ક્રિમીનલ કેસ નં. ૬૮/૨૫ ના કામે ‘ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ – ૧૩૮’ હેઠળના ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા થયેલ હતી. તે મધવાસ ચોકડી પાસે ઉભો હોવાની બાતમી મળતા તેને ત્યાંથી ઝડપી લેવાયો હતો.કાલોલ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી તેઓને કાલોલ પોલીસ સ્ટેશને લાવ્યા હતા. ત્યારબાદ નામદાર કોર્ટના હુકમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરી બંને આરોપીઓને ગોધરા સબજેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!