MALIYA (Miyana):માળીયાના મોટા દહિસરાની સીમમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા ૩ ફરાર







MALIYA (Miyana):માળીયાના મોટા દહિસરાની સીમમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા ૩ ફરાર


માળીયા (મીં) તાલુકાના મોટા દહીંસરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એલસીબી (LCB) અને પેરોલ ફર્લો સ્કવોડે દરોડો પાડીને ૬ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧,૧૩,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે અન્ય ૩ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોટા દહીંસરા ગામની સીમમાં ખરાબામાં આવેલા વોકળા કાંઠે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ ટીમ બનાવીને સચોટ રેઇડ કરી હતી.પોલીસે જુગાર રમતા નીચે મુજબના ૬ ઇસમોને ઘટનાસ્થળેથી દબોચી લીધા હતા:૧. અમીતભાઇ જેરામભાઇ પટેલ (ઉ.વ.૪૫) – રહે. પીપળી, તા.જી. મોરબી – ૨. નગીનભાઇ છગનભાઇ પટેલ (ઉ.વ.૫૪) – રહે. ખાખરેચી, તા. માળીયા(મીં) – ૩. વિવેકભાઇ વિનોદભાઇ બાવાજી (ઉ.વ.૩૨) – રહે. મોટા દહીંસરા, તા. માળીયા(મીં) – ૪. માનસીંગભાઇ દેવાભાઇ કોળી (ઉ.વ.૫૫) – રહે. વવાણીયા, તા. માળીયા(મીં) – ૫. હસમુખભાઇ ઉર્ફે અશોકભાઇ વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) – રહે. મોટા દહીંસરા, તા. માળીયા(મીં) – ૬. રમેશભાઇ મગનભાઇ પટેલ (ઉ.વ.૫૨) – રહે. સરવડ, તા. માળીયા(મીં)
મુદ્દામાલ રોકડા રૂપિયા: રૂ. ૧,૦૩,૦૦૦/- મોબાઈલ ફોન (નંગ-૩): કિંમત રૂ. ૧૦,૫૦૦/-કુલ મુદ્દામાલ: રૂ. ૧,૧૩,૫૦૦/-પોલીસની રેઇડ દરમિયાન તકનો લાભ લઈને અન્ય ત્રણ શખ્સો નાસી ભાગવામાં સફળ રહ્યા હતા, જેમાં શક્તિ કોળી (રહે. ધનાળા, તા. હળવદ), અનીરૂધ્ધસિંહ જાડેજા (રહે. મોટા દહીંસરા) અને ચિરાગભાઇ રાધવજીભાઇ પટેલ (રહે. સરવડ) નો સમાવેશ થાય છે.
પોલીસે પકડાયેલા અને નાસી છૂટેલા તમામ કુલ-૦૯ આરોપીઓ સામે માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.



