MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ભત્રીજીના પ્રેમ લગ્નનો ખાર રાખી યુવક પર કુહાડી અને પાઇપ વડે જીવલેણ હુમલો

 

WAKANER:વાંકાનેર ભત્રીજીના પ્રેમ લગ્નનો ખાર રાખી યુવક પર કુહાડી અને પાઇપ વડે જીવલેણ હુમલો

વાંકાનેર તાલુકાના શાહપર ગામ નજીક પારિવારિક અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો થવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. ભત્રીજીએ કરેલા પ્રેમ લગ્ન (મૈત્રી કરાર) નો ખાર રાખીને બે શખ્સોએ રસ્તામાં રીક્ષા આડી રાખી યુવકને આંતરી લીધો હતો અને કુહાડી તેમજ લોખંડના પાઈપ વડે બેરહેમીપૂર્વક માર માર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે.


​બનાવની વિગત એવી છે કે, વાંકાનેરના શાહપર ગામે રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરીને ગુજરાન ચલાવતા સલીમભાઈ નુરમામદભાઈ બ્લોચ (ઉ.વ.૫૧) એ આરોપી મુરાદખાન અલિખાન પઠાણ તથા મુનિરખાન મુરાદખાન પઠાણ (રહે. બંને પાંજ ગામ, તા. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
​ફરિયાદમાં જણાવ્યા મુજબ, સલીમભાઈની ભત્રીજી આરોપી મુરાદખાનના દીકરા નાસિર સાથે મૈત્રીકરાર કરીને રહે છે. આ બાબતનો ખાર રાખીને આરોપીઓ એવું સમજતા હતા કે ફરિયાદી પક્ષ તેમની સાથે ઝઘડો કરશે. દરમિયાન, જ્યારે ફરિયાદી સલીમભાઈ મહિકાથી પોતાનુ મોટરસાયકલ લઈને પરત આવી રહ્યા હતા, ત્યારે લાલપર ગામે બિસ્મીલ્લાહ હોટેલ પાસે આરોપીઓએ પોતાની રીક્ષા આડી ધરી તેમને રસ્તામાં જ રોકી લીધા હતા.​જાનથી મારી નાખવાની ધમકી આપી ​આરોપીઓએ સલીમભાઈને આંતરીને કુહાડીના ઊંધા ઘા માથાના ભાગે ઝીંકી દીધા હતા, તેમજ લોખંડના પાઈપ વડે આડેધડ હુમલો કરી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરો એટલેથી જ ન અટકતા, તેમણે સલીમભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
​પોલીસ કાર્યવાહી: આ લોહિયાળ હુમલા અંગે સલીમભાઈ બ્લોચે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને ઝડપી લેવા માટે કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!