દાહોદ સબ જેલ ડોકી ગામ ખાતે જેલ અધિક્ષક એમ.એલ ગમારા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિ:શુલ્ક છાશનુ વિતરણ કરાયુ

તા.૨૭.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ ડોકી સબ જેલ ગેટની બહાર જેલ અધિક્ષક એમ.એલ.ગમારા દ્રારા સરાહનિયા કામગીરી.ઉનાળા ની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને નિ:શુક છાશનું વિતરણ કરાયું
સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે દાહોદ શહેરમાં દાહોદ સબ જેલના સત્તાધીશો દ્વારા આવી કાળઝાળ ગરમીમાં લોકોને મદદરૂપ થવાના માનવતાભર્યા ઉદ્દેશ્ય સાથે દાહોદ સબ જેલના જેલર તેમજ અન્ય સહ કર્મચારીઓ અને બંદીવાન કેદીઓની મદદ થી દાહોદ સબજેલની બહાર લોકો માટે ખાસ નું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાહોદ સબ જેલની બહાર જાહેર રસ્તા પરથી પસાર થતા તેમજ આસપાસના લોકો દ્વારા ઠંડી છાશનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ખાસ કરીને કાળઝાળ ગરમીમાં મજૂરી કામ કરતા અવરજવર લોકો વાહનચાલકો, રાહદારીઓ તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોએ છાશ આરોગી હતી.




