MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘PRESS’ ના નામે રોફ જમાવતા નકલી પત્રકારનો પોલીસે કયૉ પર્દાફાશ

 

MORBI:મોરબીમાં ‘PRESS’ ના નામે રોફ જમાવતા નકલી પત્રકારનો પોલીસે કયૉ પર્દાફાશ

મોરબીમાં પત્રકારત્વના નામે ચાલતા બોગસ રોફનો સિટી એ-ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. લાલ રંગની બ્રેઝા કાર પર ‘PRESS’નું બોર્ડ લગાવી ફરતા અને પોતાને ક્રાઇમ રિપોર્ટર ગણાવતા શખ્સ સાથે નકલી પ્રેસ આઈકાર્ડ બનાવી આપનાર પત્રકારને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બકરી ઈદ નિમિત્તે મોરબી રેલ્વે સ્ટેશન રોડ બજરંગ એ ખાડા પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-10-DQ-5802 ને અટકાવવામાં આવી હતી. બાઈકચાલક કાસમભાઈ મોહનુદ્દીન શેખની પૂછપરછ દરમિયાન તેણે ફોન કરીને એક વ્યક્તિને બોલાવ્યો હતો.થોડીવારમાં લાલ રંગની મારૂતિ સુઝુકી બ્રેઝા કાર નંબર GJ-03-NK-6393 ત્યાં આવી પહોંચી હતી, જેના ડેશબોર્ડ પર મોટા અક્ષરે ‘PRESS’ લખેલું હતું. કારમાંથી ઉતરેલા અસલમ હુશેનભાઈ શેખે પોલીસ સામે પોતે પ્રેસમાં હોવાનું જણાવી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું કે અસલમ માત્ર ધોરણ-૮ સુધી અભ્યાસ કરેલો છે અને તેની પાસે પત્રકારત્વ સંબંધિત કોઈ લાયકાત કે માન્યતા નથી. તેની પાસે રહેલું “THE PRESS OF INDIA”નું આઈકાર્ડ પણ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. વધુ પૂછપરછમાં અસલમે રૂ. ૧૦,૦૦૦ આપી આ નકલી કાર્ડ મોરબીના રાધેશભાઈ કિશનલાલ બુદ્ધભટ્ટી પાસેથી બનાવડાવ્યાની કબૂલાત કરી હતી. પોલીસે રાધેશભાઈ બુદ્ધભટ્ટીને બોલાવી પૂછપરછ કરતાં તેણે આર્થિક લાભ માટે નકલી પ્રેસ આઈકાર્ડ તૈયાર કરી આપ્યાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ વી.કે. ચાવડાની ફરિયાદ પરથી બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!