MAHISAGARSANTRAMPUR

શ્રીલંકામાં હર્ષા ઇસરાનીએ મેળવ્યો ઇન્ટરનેશનલ એવોર્ડ’

હર્ષા ઇસરાનીએ શ્રીલંકાની ધરતી પર તિરંગો લહેરાવી વીરપુર, મહીસાગર અને સમગ્ર ગુજરાતનું નામ દુનિયામાં રોશન કર્યું **

મહીસાગરના વીરપુરની મહિલાએ વૈશ્વિક મંચ પર મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ:

રિપોર્ટર…

અમીન કોઠારી મહીસાગર

શ્રીલંકામાં હર્ષા ઇસરાનીએ મેળવ્યો ઇન્ટરનેશનલ એવોર્ડ’
**
રસોડાની ચાર દીવાલોથી શરૂ થયેલી સફર આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી: વેડિંગ કેક – કેક પેઇન્ટિંગ કેટેગરીમાં મેળવ્યું બહુમાન
**
હર્ષા ઇસરાનીએ શ્રીલંકાની ધરતી પર તિરંગો લહેરાવી વીરપુર, મહીસાગર અને સમગ્ર ગુજરાતનું નામ દુનિયામાં રોશન કર્યું
**

“સપનાઓ એમના જ સાચા થાય છે, જેમની મહેનતમાં અડગ વિશ્વાસ હોય છે…” આ ઉક્તિને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે મહીસાગર જિલ્લાના વીરપુરની મહિલા હર્ષા ઇસરાનીએ.

 

તાજેતરમાં શ્રીલંકા કોલંબો ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કેક આર્ટિસ્ટ હર્ષા ઇસરાનીએ ‘કેક પેઇન્ટિંગ – વેડિંગ કેક કેટેગરી’ માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ‘ઇન્ટરનેશનલ એવોર્ડ’ પોતાના નામે કર્યો છે. વૈશ્વિક ફલક પર આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતીને તેમણે શ્રીલંકાની ધરતી પર ગર્વભેર ભારતનો તિરંગો લહેરાવ્યો છે અને ગુજરાત અને મહીસાગર જિલ્લાનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે.તેમની ખાસ પરંપરાગત રાજસ્થાની કલા પિછવાઈ પેઇન્ટિંગ કલા સાથેની આકર્ષક વેડિંગ કેક નિર્ણાયકોને પસંદ આવી હતી.

હર્ષા ઇસરાનીએ ૧૦ વર્ષ પહેલાં પોતાના ઘરના એક નાનકડા રસોડામાંથી હોમ-બેકિંગ અને કેક બનાવવાની શરૂઆત કરી હતી. શરૂઆતી સંઘર્ષ અને મર્યાદિત સાધનો વચ્ચે પણ તેમણે કલા અને ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ ન કરી. દસ વર્ષ સુધી દિવસ-રાત જોયા વગર કરેલી અથાક મહેનત, અવનવું શીખવાની ધગશ અને કેક આર્ટ પ્રત્યેના સમર્પણને કારણે આજે તેઓ સફળતાના આ સર્વોચ્ચ શિખરે પહોંચી શક્યા છે. તેમની આ સફર આજે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.

Back to top button
error: Content is protected !!