SAGBARA

નિવાલદા ગામે સંકલિત આરોગ્ય કેમ્પ યોજાયો : નિવાલદા ગામમાં ઈન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પ દ્વારા 68 લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ, HIV સહિત વિવિધ ટેસ્ટિંગ કરવામાં આવ્યા,

નિવાલદા ગામે સંકલિત આરોગ્ય કેમ્પ યોજાયો : નિવાલદા ગામમાં ઈન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પ દ્વારા 68 લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ, HIV સહિત વિવિધ ટેસ્ટિંગ કરવામાં આવ્યા,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલદા ગામ ખાતે લોક વિકાસ સંસ્થા CC પ્રોજેક્ટ, SSK નર્મદા અને સેજપુર PHCના સંયુક્ત ઉપક્રમે ઈન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પ (IHC Camp)નું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ગ્રામજનોને વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી અને આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં કુલ 68 લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન 60 HIV/RPR ટેસ્ટ, 59 HCV/HBV ટેસ્ટ, 5 ટીબી ટેસ્ટ તેમજ 3 STI સંબંધિત ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય કેમ્પને સફળ બનાવવા માટે ડૉ. સુનિતા વસાવા (CHO), ડૉ. મિશા પટેલ (MO), સેજપુર PHC સ્ટાફ, આશા વર્કરો, SDH ડેડીયાપાડાના લેબ ટેક્નિશિયન સાગરભાઈ તેમજ ICTC કાઉન્સેલર હરિલાલભાઈએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ગ્રામજનોને આરોગ્ય ચકાસણી, રોગોના વહેલા નિદાન અને યોગ્ય સારવાર અંગે માર્ગદર્શન મળતાં કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો. આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!