MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ના સામાજિક કાર્યકર દ્વારા જન્મ દિવસ ની અનોખી પ્રેરણાદાયી ઉજવણી,,

 

MORBI:મોરબી ના સામાજિક કાર્યકર દ્વારા જન્મ દિવસ ની અનોખી પ્રેરણાદાયી ઉજવણી,,

મોરબી ની જાણીતી સામાજિક સેવાકીય સંસ્થા શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન ના પ્રમુખ અને મોરબી મહાનગરપાલિકા ના આશ્રય ગૃહ મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ના મેનેજર, શ્રી પરેશભાઈ ત્રિવેદી એ પોતાના જન્મ દિવસ નિમિતે મોરબી જિલ્લા ના ઘરે બેઠા સિલાઇ કામ અને ઇમિટેશન કામગીરી દ્વારા આવક મેળવી સ્વમાનભેર પગભર અને સ્વાવલંબી બને તે માટે ડેમો નું આયોજન કર્યું હતું, મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે આયોજિત ડેમો માં જથ્થાબંધ કુર્તી સિલાઇ કામ અને ઇમિટેશન ની આઈટમો બનાવવા ની કામગીરી આપતા મહિલાઓ ને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને કામ કરવા ઇચ્છુક હાજર બહેનો ને વ્યક્તિગત રીતે કામ ની વિગતો અને તેનાથી મળવાપાત્ર રકમ અંગે સવિસ્તર જાણકારી આપ્યા બાદ જેઓને કામ કરવાનું છે તેઓની યાદી તૈયાર કરી તાત્કાલિક અસર થી કામ મળે તે અંગે સંપૂર્ણ આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું,

કાર્યક્રમ અંગે વધુ જાણકારી આપતા સંસ્થા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્વાવલંબી મહિલા અભિયાન અંતર્ગત છેલ્લા ઘણા વર્ષો થી સંસ્થા મોરબી જિલ્લા ના જરૂરિયાત ધરાવતા મહિલાઓ માટે રોજગારી, સરકારી યોજનાઓ, અને ઘરે બેઠા કામગીરી દ્વારા આવક સહિત ની મહત્વની કામગીરીઓ નું અમલીકરણ સંબંધિત સરકારી વિભાગો અને રોજગારી પૂરી પાડતા એકમો સાથે સંકલન દ્વારા સફળતા પૂર્વક કરી ને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે, પોતાના જન્મ દિવસ નિમિતે ચીલાચાલુ કે ખર્ચાળ ઉજવણી ને બદલે મંદી અને બેરોજગારી ના માહોલ માં વધુ માં વધુ મહિલાઓ આર્થિક પગભર બની પોતાના પરિવાર ને ટેકો આપે તે માટે જરૂરી પ્રવૃતિ હાથ ધરી અંતકરણ ના આશિષ મેળવવાની ઝંખના ઉદભવી હોય ઉપરોક્ત સ્તુત્ય આયોજન કર્યું હતું,,

આ કાર્યક્રમ માં મોરબી ના જાણીતા સામાજિક સેવાકીય મહિલા અગ્રણી શ્રીમતિ મયુરીબેન કોટેચા અને દિલ્હી પબ્લિક સ્કૂલ ના પ્રિન્સિપાલ સીમાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહિલાઓને જરૂરી માર્ગદર્શન ane સ્વાવલંબન નું મહત્વ સમજાવ્યું હતું,

આજ ના કાર્યક્રમ માં આશરે ૧૨૦ જેટલા લાભાર્થી બહેનો એ હાજરી આપી હતી, અને ટૂંક સમયમાં મોરબી જિલ્લા ના દરેક તાલુકાઓ ને ઉપરોક્ત અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે, ઘરે બેઠા કામગીરી દ્વારા આવક સહિત રોજગારલક્ષી મદદ માર્ગદર્શન માટે સંસ્થા ના હેલ્પલાઈન નંબર 9726501810 પર સંપર્ક સાધવા યાદી માં જણાવવામાં આવ્યું છે,

Back to top button
error: Content is protected !!