SAGBARA
દેડિયાપાડા બાદ ફરી સાગબારા તાલુકાના નાની દેવરૂપણ ગામે આગ લાગવાથી ધરવિહોણા થયો આખો પરિવાર,

દેડિયાપાડા બાદ ફરી સાગબારા તાલુકાના નાની દેવરૂપણ ગામે આગ લાગવાથી ધરવિહોણા થયો આખો પરિવાર,

વાતાસલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
૩૧ મે ના રોજ સાગબારા તાલુકાના સેલંબા જિલ્લા પંચાયતમાં આવતા પાંચપીપરી તાલુકા પંચાયત ના નાની દેવરૂપણ ગામે જોગ્યાભાઈ વેસ્તા ભાઈ ના ઘરે શોટ સર્કિટથી લાગેલી આગમાં ઘર વખરીનો સામાન તથા મકાનનું નુકશાન થયેલું છે. તાત્કાલિક ધોરણે ત્યાં તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર તથા પાંચપીપરી તાલુકા સભ્ય અનિતાબેન કોઠારી તથા આગેવાન આઝાદ સિંહ ઠાકોર, જમીરસિંહ કોઠારી તથા નાની દેવરૂપણ ના આગેવાન રાજુભાઈ વસાવા, વિક્રમભાઈ વસાવા, દિનેશભાઇ વસાવા ઘટના સ્થળે પહોંચી મુલાકાત લીધી.


