JUNAGADHKESHOD

કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારીઓનું ભવ્ય સન્માન.

કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારીઓનું ભવ્ય સન્માન.

કેશોદ ખાતે આવેલ ઓદિત્ય બ્રહ્મ સમાજ વાડીમાં આજે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના વિકાસ અને નવી પેઢીને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ગિફ્ટ અને સન્માનપત્ર અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે જ લાંબા સમય સુધી વિવિધ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રોમાં નિષ્ઠાપૂર્વક સેવા બજાવી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું પણ શાલ ઓઢાડી અને સન્માનચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા અને સમાજનું નામ રોશન કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું તેમજ નિવૃત્ત કર્મચારીઓની વર્ષો સુધીની સેવાઓને બિરદાવી તેમની સમાજ પ્રત્યેની નિષ્ઠાને સરાહના કરી હતી કાર્યક્રમમાં કેશોદ શહેરના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા તથા સમાજના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, સમાજજનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!