હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ ના પ્રમુખ નું 85 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ અવસાન
રિપોર્ટર . કાદિર દાઢી.હાલોલ
તા.૧.૬.૨૦૨૬
મૂળ હાલોલ ના વતની પ્રફુલચંદ્ર મોહનલાલ શાહ નો જન્મ સને 1941 માં હાલોલ ખાતે ધાધા પરિવાર માં થયો હતો. ઘાઘા પરિવાર પહેલે થી જ સામાજિક કાર્યો કરવામાં આગળ રહ્યા છે. તેઓ ના પિતાએ હાલોલ નગરજનો અને તાલુકા ના વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ અર્થે ને દૂર દૂર સુધી ભણવા જાઉં ન પડે તે માટે એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોલેજ ની સ્થાપના માટે મોટું યોગદાન આપ્યું હતું. જયારે તેમના મોટા ભાઈ રમણલાલ (ગોરધનદાસ ) મોહનલાલ શાહ એ 50 વર્ષ પૂર્વે હાલોલ ખાતે શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ ની સ્થાપના કરી શિક્ષણિકક્ષેત્રે પાયો નાખી વી.એમ.શાહ ના નામે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ ની સ્થાપના કરી હતી. તેમના અવસાન બાદ પ્રફુલચંદ્ર મોહનલાલ શાહ એ આ મંડળ નું સુકાન સાંભળ્યું હતું. આજે આ હાલોલ મહાજન શિક્ષણ મંડળ વટવૃક્ષ બની ગયું છે હાલ આ મંડળ દ્વારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વી.એમ.શાહ ના નામે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ શાળા ઉપરાંત લો કોલેજ, સાયન્સ કોલેજ, બી એસ ડબ્લ્યુ, એમ એસ ડબ્લ્યુ, માસ્ટર ઓફ કોમર્સ કોલેજ નો સમાવેશ થાય છે. હાલોલ નગર ને ક્ષેત્રે આગળ લાવનાર પ્રફુલચંદ્ર મોહનલાલ શાહ નું 31મી મેં રવિવાર ના રોજ 85 વર્ષ ની વયે મુંબઈ ખાતે ટૂંકી માંદગી બાદ અવસાન થતા હાલોલ નગરવાસીઓ માં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.







