GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

LCB પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડ્યો.

તારીખ ૦૧/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ગોધરા દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

એલ.સી.બી. ગોધરાના પોલીસ ઇન્સપેક્ટર એ.બી.વોરાની સૂચના મુજબ એ.એસ.આઇ. નરેન્દ્રસિહ જયરામસિહને બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે, વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિ એક્ટ કલમ ૬૫એ,૬૫ઇ,૮૧ મુજબના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી નટવરભાઈ અમરસિંગ રાઠોડ (રહે. રોયણ તા.કાલોલ જી.પંચમહાલ નાનો) હાલમાં તેના ઘરે હાજર છે.બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે રોયણ ગામે આરોપીના ઘરે દરોડો પાડીને નટવરભાઈ અમરસિંગ રાઠોડને ઝડપી પાડ્યો હતો. આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!