પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે એડવેન્ચર કોર્સના શિબિરાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે એડવેન્ચર કોર્સના શિબિરાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા

રાજય સરકારના રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તા. ૨૫-૦૫-૨૦૨૬ થી તા. ૩૧-૦૫-૨૦૨૬ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં શ્રી એમ.એચ.પારેખ આદર્શ સ્કુલ ધોરાજીના ૭૨ શિબિરાર્થીઓ તથા વ્યક્તિગત ૦૮ શિબિરાર્થીઓ સહિત કુલ ૮૦ શિબિરમાં જોડાયા હતા. જેમાં મિલન વાગડિયા પાંચ પીપળા, રણજીતસિંહ ઝાલા ધાંગધ્રા, પ્રદીપકુમાર રાજસ્થાન, હસમુખ વેગડ , રોહિત વેગડ સરતાનપુર, સંજય ચૌહાણ રાજુલા, ખુશાલી સુરાણી ભાવનગર, ઋત્વી ડેર ઉપલેટાએ તાલીમ આપી હતી. પૂર્ણાહુતી કાર્યક્રમમાં પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માં.આબુ ના શ્રી કે.પી.રાજપૂત, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ, જૂનાગઢ ઉપેન્દ્રસિંહ રાઠોડના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત માનદ ઇન્સ્ટ્રક્ટર મિલન વાગડિયાએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ખુશાલી સુરાણી તથા ઋત્વી ડેર એ કર્યુ હતુ. શ્રી કે.પી.રાજપૂતે શિબિરાર્થીઓ ને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, આવી શિબિરોથી નાના બાળકોમાં પોઝીટીવીટી આવે છે સાથે સાથે સેલ્ફ કોન્ફિડન્સ અને સ્ટેજ ફીયર દુર થાય છે. શ્રી ઉપેન્દ્રસિંહ રાઠોડ એ તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપતા કહ્યું કે આવી તાલીમ શિબિરોથી બાળકો માં ટીમ ભાવના ખીલે છે તથા એક આદર્શ નાગરિકના ગુણો આવી સાહસિક શિબિરોથી આવે છે. આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમારએ કરી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 




