SAGBARA

ચીકદા તાલુકાના ઉમરાણ, ભરાડા અને ઝાંખ ગ્રામ પંચાયતને આવરી લેતા ક્લસ્ટર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો,

 

 

ચીકદા તાલુકાના ઉમરાણ, ભરાડા અને ઝાંખ ગ્રામ પંચાયતને આવરી લેતા ક્લસ્ટર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

રાજ્ય સરકારની ખેડૂતોને આત્મનિર્ભર અને પર્યાવરણમૈત્રી ખેતી તરફ દોરી જવાની નેમને સાકાર કરવા નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપક પ્રચાર-પ્રસાર સાથે રાસાયણિક ખાતરના સંતુલિત ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન સઘન રીતે હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ક્લસ્ટર આધારિત તાલીમ કાર્યક્રમો યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

 

આ અંતર્ગત ચીકદા તાલુકાના ઉમરાણ, ભરાડા અને ઝાંખ ગ્રામ પંચાયતને આવરી લેતા ક્લસ્ટર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમનું આયોજન ઉમરાણ ગામે ખેડૂત કાંતિભાઈના નિવાસસ્થાને તેમજ ગ્રામ પંચાયત ઝાંખ કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.

 

તાલીમ દરમિયાન ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા સહિતની વિવિધ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા તેમજ સ્વાસ્થ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

 

આ ઉપરાંત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગથી જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્ય પર પડતી અસરો અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાતરનો સંતુલિત અને જરૂરિયાત આધારિત ઉપયોગ કરવા, જમીન પરીક્ષણના આધારે ખાતર વ્યવસ્થાપન અપનાવવા તથા ટકાઉ કૃષિ પદ્ધતિઓ તરફ આગળ વધવા અપીલ કરવામાં આવી હતી.

 

કાર્યક્રમમાં સીઆરપી CRP વસાવા મહેશભાઈ, કૃષિ સખી વસાવા નીતાબેન મુકેશભાઈ, સીઆરપી વસાવા મુકેશભાઈ તેમજ કૃષિ સખી વસાવા મનીષાબેન દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં ઉપસ્થિત ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજી તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.

 

નર્મદા જિલ્લામાં ચાલી રહેલા આ અભિયાનના માધ્યમથી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે, રાસાયણિક ખાતરનો સંતુલિત ઉપયોગ કરે અને ટકાઉ કૃષિ વિકાસમાં સહભાગી બને તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર, કૃષિ વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને ગ્રામ્ય સ્તરે કાર્યરત કૃષિ સખી તથા સીઆરપીના સંયુક્ત પ્રયાસોથી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોમાં ઉત્સાહજનક જાગૃતિ જો

વા મળી રહી છે.

 

Back to top button
error: Content is protected !!