MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે

 

MORBI:મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે

મોરબીના સ્વાસ્થ્યપ્રેમી યોગ સાધકો માટે યોગ પ્રશિક્ષણ તથા પાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે

મોરબીમાં જાણીતા યોગ માગદર્શક ગીતાબેન જૈન અને વિશેષ સહયોગી દિપકભાઈ જાનીની યોગશિબિર યોજાશે

મોરબીમાં રવાપર ઘુનડા રોડ ખાતે આવેલ યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે આગામી તારીખ 5,મી જૂનથી 14,જૂન-2026 સુધી વહેલી સવારે 6.00 વાગ્યાથી માતૃભૂમિ વંદના ટ્રષ્ટ,મોરબી તથા સ્વયં સ્વસ્થ બનો અભિયાન-ભારતના સંયુક્ત તત્વાધાનમાં દશ દિવસીય નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે,

 

સાંપ્રત સમયમાં બેઠાળું જીવનથી, કામના સતત માનસિક તણાવથી લોકો અનેક શારીરીક અને માનસિક સમસ્યાઓથી ગ્રસ્ત હોય છે, ત્યારે સ્વસ્થ રહો,જાગૃત રહો, આવો સ્વસ્થ સમાજ નિર્માણમાં સહભાગી બનીએ,ખુદ પણ તંદુરસ્ત રહીએ અને સમાજ તેમજ રાષ્ટ્રને પણ દુરસ્ત, તંદુરસ્ત રાખીએ એવી નેમ,એવા શુભ આશયથી આ યોગ શિબિર યોજાઈ રહી છે, આ શિબિરમાં ગીતાબેન જૈન,અને દિપકભાઈ જાની યોગ પ્રાણાયામ સંપૂર્ણ સિસ્ટમેટિક રીતે અનેકવિધ યોગાશનો શીખડાવશે જે રોજ બરોજ કરવાથી સાંધાની જકડંન દૂર થાય છે, શરીર લચીલું બની જાય છે,તો તન,મનને તંદુરસ્ત રાખવા માટે યોગશિબિરમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે, માત્ર મર્યાદિત જગ્યા હોય શિબિરમાં જોડાવવા માટે સંપર્ક નંબર 8200396799 અને 088665 90300 સત્વરે રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!