હાલોલના ઉદ્યોગનગરની દુકાનમાંથી રાજસ્થાનના યુવકનો લટકતો મૃતદેહ મળ્યો,પોલીસે તપાસ હાથ ધરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૬.૨૦૨૬
હાલોલ ઔધોગિક વિસ્તારમાં આવેલ એક પરપ્રાંતીય ઈસમની ભંગાર ની દુકાન માં 17 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસોખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા માપી હતી.બનાવ સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે. હાલોલ ઔધોગિક વિસ્તારમાં આવેલી સારા પેલેસ હોટલ નજીક મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના આમેટ ગામના વતની પ્રહલાદસિંહ ભેરુસિંહ ચુંડાવત છેલ્લા ઘણા સમય થી ભંગાર નો ધંધો કરે છે અને તેમની ભંગાર ની દુકાન આવેલી છે.છેલ્લા એકાદ મહિનાથી તેમનો ભાઈ પ્રવિણસિંગ ભેરૂસિંગ ચુંડાવત ઉ.વ.17 ના ઓ હાલોલ ખાતે આવ્યો હતો. દરમિયાન તા.1 જૂન સોમવારના રોજ સાંજે દુકાનની અંદર છતના હુક સાથે બાંધેલા દોરડા વડે પ્રવિણસિંહનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળી આવ્યો હતો. આત્મહત્યા બાબતે ની વાત વાયુવેગે ફેલાતા જેને લઇ આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવતા લોકટોળા જમ્યા હતા.બનાવ ની જાણ હાલોલ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ કરી અકસ્માત મોત નો ગુનો નોંધી પ્રવિણસિંગ ના મૃતદેહ ને નીચે ઉતારી હાલોલની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોટમ માટે મોકલી આપી હતી.જોકે યુવક ના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે તેમ છે.






