
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : LCB એ મોડાસા બાયપાસ રોડ પર ક્રેટા કારમાંથી 3.11 લાખનો શરાબ ઝડપ્યો
અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્રએ દેશી વિદેશી દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો પર તવાઈ બોલાવી છે જીલ્લા એલસીબી પોલીસે પેલેટ ચોકડીથી સહયોગ ચોકડી બાયપાસ રોડ પર વાહનોનું સઘન ચેકીંગ હાથધરી ફિલ્મીઢબે દારૂ ભરેલી ક્રેટા કારનો પીછો કરી કારમાંથી 3.11 લાખના દારૂ સહીત 11.11લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ. એચ.ઝાલા અને તેમની ટીમે પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મોડાસા બાયપાસ રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક પેલેટ ચોકડી તરફથી આવતા વાહનોના ચેકીંગ દરમિયાન શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ક્રેટા કારને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે ફુલસ્પીડે કાર હંકારી મુકતા એલસીબી પોલીસે પીછો કરતા બુટલેગર સહયોગ ચોકડીથી પરત પેલેટ ચોકડી તરફ કાર હંકારી ખાનગી હોટલ નજીક કાર મૂકી રફુચ્ચકર થઇ જતા પોલીસે ક્રેટા કારની અંદર સંતાડેલ વિદેશી દારૂ, બિયર ટીન નંગ-864 કિં.રૂ 3.11 લાખ અને કાર મળી કુલ રૂ.11.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક બુટલેગર સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી



