ARAVALLIMEGHRAJMODASA

રેલ્લાવાડા – પહેલા જ વરસાદે તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, માર્ગ પર ભરાયા વરસાદી પાણી – માર્ગ અને મકાન વિભાગ અજાણ…?

રેલ્લાવાડા - પહેલા જ વરસાદે તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, માર્ગ પર ભરાયા વરસાદી પાણી - માર્ગ અને મકાન વિભાગ અજાણ...?

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

રેલ્લાવાડા – પહેલા જ વરસાદે તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, માર્ગ પર ભરાયા વરસાદી પાણી – માર્ગ અને મકાન વિભાગ અજાણ…?

અરવલ્લી જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદે જ તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. મેઘરજ તાલુકાના રેલ્લાવાડાથી મોડાસા તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.મળતી માહિતી મુજબ જલારામ પેટ્રોલ પંપ નજીક નવી નિર્માણાધીન પોલીસ લાઇનની બાજુમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રોડ પર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી અને કેટલાક વાહનચાલકોને ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી હતી.સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રથમ જ વરસાદમાં આવી સ્થિતિ સર્જાતા વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તો રસ્તા પર વધુ પાણી ભરાઈ શકે છે.રોડ પર પાણી ભરાવાની ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી હતી. લોકોએ માંગ કરી છે કે આગામી વરસાદી સીઝન દરમિયાન આવી સમસ્યા ફરી સર્જાય નહીં તે માટે તાત્કાલિક અસરથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે.

Back to top button
error: Content is protected !!