AHAVADANG

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે નવી સરકારી માધ્યમિક શાળાને મળી મંજૂરી

વાત્સલયમ સમાચાર

    મદન વૈષ્ણવ

*ડાંગના ધારાસભ્ય-વ-નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો  :*

નો વ્યાપ વધારવા અને વિદ્યાર્થીઓના ધસારાને  પહોંચી વળવા ડાંગના ધારાસભ્ય-વ-નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, આહવા-ડાંગના અથાગ પ્રયાસોના ભાગ રૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે નવી સરકારી માધ્યમિક શાળા આહવાને મંજુરી આપવામાં આવી છે.

શિક્ષણના ઉત્કૃષ્ટ સ્તરને કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી હાલ કાર્યરત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો હતો. અંતરિયાળ વિસ્તારના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે અને કોઈ પણ બાળક પ્રવેશથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુ સાથે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (DEO) આહવા-ડાંગ દ્વારા કમિશનર શાળાઓની કચેરી સમક્ષ આહવા ખાતે  એક નવી સરકારી શાળા શરૂ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ તેમજ ડાંગ જિલ્લાના શિક્ષણાધિકારી કચેરીની માંગણી અને ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓની શૈક્ષણિક જરૂરિયાતને ધ્યાને રાખીને, કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા આહવા ખાતે નવી સરકારી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવેલ  છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી શાળા તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ વધ્યો છે. આહવાની સરકારી શાળામાં કેપેસિટી કરતાં વધુ અરજીઓ આવતી હોવાથી વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રત્યેની તત્પરતા અને ભૂખને સંતોષવા માટે હવે નવી શાળાની મંજૂરી મળતાં જ સ્થાનિક સ્તરે વર્ગખંડો અને સુવિધાઓમાં વધારો થશે જેનાથી ડાંગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ભણવાની શ્રેષ્ઠ તક મળશે.

ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નવી શાળાની મંજૂરી મળવાથી ડાંગના અંતરિયાળ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. જેમાં તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની સમાન તક મળશે. જેના થકી ડાંગ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે વિકાસની એક નવી ઉચાઇ હાંસલ કરવા માટે એક નવું પગલું ભરશે. સરકાર દ્વારા જિલ્લાના મુખ્ય મથક ખાતે નવી માધ્યમિક શાળાને  મંજૂરી આપવા બદલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ તેમજ ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ કમિશનર શાળાઓની કચેરી અને શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. “આગામી સમયમાં નવી શાળાના સ્થળ અને પ્રવેશ પ્રક્રિયા અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.”

Back to top button
error: Content is protected !!