ANANDANAND CITY / TALUKO

ઇન્સ્ટગ્રામ પર પર અભદ્ર ટિપ્પણી અને ધમકી:આણંદ સાયબર ક્રાઇમે ખંભાતના ત્રણ આરોપીઓની ધરપકડ કરી

ઇન્સ્ટગ્રામ પર પર અભદ્ર ટિપ્પણી અને ધમકી:આણંદ સાયબર ક્રાઇમે ખંભાતના ત્રણ આરોપીઓની ધરપકડ કરી

તાહિર મેમણ – આણંદ – 03/06/2026 -આણંદ સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી લોકોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને ધમકી આપવાના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ખંભાતમાંથી કરવામાં આવી છેપોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કેટલાક શખ્સોએ અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.નો ઉપયોગ કરીને ફરિયાદી અને સાહેદ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આરોપીઓએ તેમને બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી..

તપાસ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં કાનજીભાઇ જીવાભાઇ ભરવાડ (રહે. રાહદારી રોડ, ખંભાત), અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઇ ચુનારા (રહે. શક્કરપુર પાધરીયા, ખંભાત, જિ. આણંદ) અને રાજદીપભાઇ જયરાજભાઇ જોષી (રહે. મેતપુર રોડ, મકાન નં.14, શક્તિ પાર્ક સોસાયટી, ખંભાત, જિ. આણંદ) નો સમાવેશ થાય છે.

 

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અગાઉ ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 115 (2), 351(3), 352, 54 અને જી.પી.એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ થયેલો છે.

Back to top button
error: Content is protected !!